________________
[ ૨૮૨ ]
પ્રભાવિક પુરુષો : રહી પ્રભુ જે કાંઈ બોલે તે સ્વભાષામાં સમજી શકે એવી જિનવાણીની અદ્ભુતતા છે. કહ્યું છે કે –
देवा देवी नरा नारी, शबराश्चापि शाबरी । तिर्यंचोऽपि हि तैरश्ची, मेनिरे भगवद्गीरम् ॥ એમાં આશ્ચર્ય પણ શું? અણઘડ જિલ્લ જેવાએ “શર નથી* એવા એક વાક્યથી પોતાની ત્રણ સ્ત્રીઓને જુદા જુદા પ્રશ્નોને જવાબ આપી દીધો હતો તો પછી પ્રભુની અતિશયતાનું શું કહેવું?
આઠ પ્રાતિહાર્યને ચેત્રીશ અતિશયની અદ્વિતીય લશ્મીવાળા શ્રી તીર્થકર પ્રભુ અશક્તરની શીતળ છાયામાં સિંહાસન પર વિરાજમાન થઈ માલકોશ રાગમાં જે સુંદર દેશના એક પ્રહર સુધી આપે છે એ વર્ણનાતીત હોય છે. એનાથી સંખ્યાબંધ આત્માઓના બીડાએલ હૃદયપદ્ધો વિકસ્વર થઈ જાય છે. વણપૂછયા સંશયે એકાએક વિનશ્વરતાને પામે છે અને સંખ્યાબંધ જીવમાં આત્મકલ્યાણની કેઈ અને ખી ઉત્તેજના પ્રાદુર્ભાવ પામે છે – અંતરના તાર ઝણઝણી ઊઠે છે.
રાજગૃહીના આંગણે આવું સમવસરણ મંડાતા જ શ્રેણિક ભૂ૫ સપરિવાર વંદનાથે આવી પહોંચ્યા. નંદિષેણ પણ સાથે જ હતો. ભગવાન શ્રી મહાવીર ઉપદેશકાર્યથી પરવાર્યા ત્યારે મહારાજા શ્રેણિકે ચિરકાળથી મનમાં ઘેળાયા કરતો સેચનકહસ્તિનો પ્રશ્ન રજૂ કર્યો અને નંદિષેણ સહ એનો નેહ કેવી રીતે જાયે તે જાણવાની ઇતેજારી દાખવી.
પ્રભુ બેલ્યા–“રાજન ! પૂર્વભવસંચિત વેર યા સ્નેહ આત્માએને ઘણું ભવ સુધી ઉદય આવે છે. જેને દેખીને પ્રત્યક્ષ કારણના અભાવે પણ રોષ પેદા થાય ત્યારે સમજવું કે એ પૂર્વભવને. શત્રુ છે અને એવી જ રીતે જ્યારે હેતનો ઉદ્ભવ થાય ત્યારે પૂર્વભવના સ્નેહનું કારણ અવધારવું.