________________
[૨૮૦ ]
પ્રભાવિક પુરુષ : ચાહે તો તાપસમુખ્યના આહુવાનથી કે પિતાના વૃદમાં પડેલ કેઈ બાણથી એકાએક તે હાથી આશ્રમની બહાર આવવા દેડ્યો. એની આંખમાં લાલાશ ને ગુસ્સે સ્પષ્ટ જણાયાં. સેનિકોને થાપ આપી કુલપતિ સહિત તાપસનો સમુદાય જે દિશામાં ઊભે હતો ત્યાં તે ઉછળતા કદમે આવી પહોંચે.
સર્વત્ર હાહાકાર મચી રહ્યો. કુલપતિનું હમણું જ આવી બન્યું એવી ભીતિ પ્રસરી રહી, બૂમો પડવા માંડી. ત્યાં એકાએક રાજપુત્ર નંદિષેણ સામે જતો દેખાય. એણે પડકાર કર્યો–
સેચનક! ઉપકારને આ બદલે?”
ગાંડા બનેલ હાથી તાપસગણમાં કાંઈ નુકશાન કરશે. અરે! દોડે, દોડે, રાજકુમાર એની સામે જાય છે. જોતજોતામાં એમના પ્રાણ પણ એ લઈ લેશે!” એવા અવાજો કરતાં સૈનિક સંગઠન કરીને આવે તે પૂર્વે સેચનકની આકૃતિ જ જાણે ફેરવાઈ ગઈ. ઉન્મત્તતા નષ્ટ પામી ગઈ.
નંદિષણના સામે ચક્ષુ માંડતાં જ એ સ્તબ્ધ બને. એકાએક અટકી ગયે. કેઈ જૂની સ્મૃતિ તાજી થઈ હોય તેવી એની ચા થઈ રહી. નંદિષણના વ્યક્તિત્વમાં કોઈ જૂની પ્રતીતિની એને પિછાન થઈ. પરિણામ જુદું જ આવ્યું. સુંઢ નમાવી જાણે એક પાળેલો શ્વાન હોય તેમ રાજપુત્રની સામે એ ઊભે રહ્યો. નંદિષેણે સંદનો આશ્રય લઈ, તેની પીઠ પર ચઢી બેસી, અંકુશ હાથમાં પકડી એને નગરીના માર્ગે વાળે.
જરા પણ રેકટોક વગર સેચનક, કુમાર નંદિષણનો દર રાજગઢમાં આવી વેચ્છાએ બંધનમાં પડ્યો. કોઈ અનેરા વહાલથી નંદિષેણને એ જોવા લાગ્યા. આમ વિધ્ર અણધારી રીતે વેરાઈ ગયું. અલ્પ સમયમાં સેચનક રાજવીનો પટ્ટહસ્તી બન્યા.