________________
[૨૦]
પ્રભાવિક પુરુષ : હોય તો જ ચેકટભૂપની પુત્રીમાં-પ્રભુશ્રી વીરની ચુસ્ત શ્રાવિકામાં કલંકનું સ્થાન કપાય. ”
ચેલ-“તો પછી “સામંો નાના-મરવધE' એ નીતિકારના વચનનું કેમ થશે? તારા શિરે ધર્મ કરતાં ધાડ તો નહીં આવી પડે ને? ભાઈ! વિચારીને પગલું ભરજે.”
અભય-“શુદ્ધિથૈણ વરું તજી એ વાક્ય પર માજી! મને પૂર્ણ ભરોસો છે, આપ તે માટે બેફીકર રહો. મનમાંથી ચિંતા કાઢી નાંખો. ”
ત્યાંથી બહાર નીકળી મંત્રીશ્વર અભયે અગમબુદ્ધિ વાપરી તરત જ એક તરકીબ રચી કાઢી. એ યુક્તિ એવી હતી કે “સાપ મરે નહીં ને લાકડી ભાગે નહીં.” કોઈનો જીવ જાય નહીં ને આજ્ઞા પાળી કહેવાય. અંતઃપુરની આસપાસના કેટલાક ઘાસ આદિ સામાન ભરવાના ઝુંપડા સાફ કરાવી, સળગાવી દેવડાવ્યા. અગ્નિ જવાળાઓ ઊંચે ફેલાવા માંડી એટલે મંત્રીશ્વરે સમવસરણ પ્રતિ પગ માંડ્યા. સ્નેહ, પ્રેમ અને વહેમ તથા મૃત્યુ કેવા વિચિત્ર પ્રસંગે છે? સંધ્યાના રંગમાં જોતજોતામાં કેવું પરિવર્તન થયા કરે છે? આખરે સર્વત્ર નશ્વરતા જ દષ્ટિપથમાં આવે છે. એ વિચારમાળામાં માર્ગ કાપતા મંત્રીશ્વરને મહારાજા શ્રેણિકને એકાએક ભેટો થ.
ગુસ્સાના અતિરેકથી દડેલા, ચેલાને પેલા વાક્ય-ઉચારણથી વ્યભિચારિણી કલ્પી અંત:પુર બાળવાનું ફરમાન આપી ગયેલા શ્રેણિક રાજ જ્યાં શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા ત્યાં અંતર એકાએક શાંત થઈ ગયું. કષાયનો અગ્નિ શમી ગયે. વાતાવરણની શીતળતા જેર કરવા લાગી. સહસા સવાલ નીકળે કે –
“ભગવન ! ચેલણું સતી કે અસતી?”