________________
[ ર૬૮]
પ્રભાવિક પુઓ : એમાંથી તું બચે, છતાં તૃષાતુર થવાથી પાણીના સ્થાન પર દોડતાં પંકમાં ફસાયે અને કાળનો કોળિયે થયો.
પુનઃ એ જ યોનિમાં ઉપ. વાતાવરણની સ્મૃતિથી જાતિસ્મરણજ્ઞાન થતાં જ પૂર્વભવ દીઠે, દાવાનળને ભયંકર પ્રકોપ ધ્યાનમાં આવ્યું. એવો પ્રસંગ આવે તે પૂર્વે પાણી પહેલાં “ પાળ બાંધવારૂપ તે એક મોટું માંડલું તૈયાર કર્યું. ચારે તરફના વૃક્ષ ને વેલાથી એટલું તો નિરાળું એ મેદાન બનાવ્યું કે ગમે તે અગ્નિ પણ ત્યાં સુધી એની જ્વાળા ફેલાવી શકે જ નહીં. અલ્પકાળમાં જ દવ લાગે. ઝાડપાન બળવા માંડ્યું. તરત જ તું તારા યૂથ સાથે એ માંડવામાં આવી ભરાણા. બીજા પણ સંખ્યાબંધ જાનવરે આવી દેહરક્ષા સારુ એ સ્થાનનો લાભ લેવા લાગ્યાં. સંકડાશ વધી પડી, છતાં જીવનરક્ષાર્થે ભાગતાં ને એ તરફ આવી આશ્રય શોધતાં પશુઓની સંખ્યા ઓછી ન થઈ. તે ખરજ આવવાથી એક પગ જરા ઊંચે કર્યો ત્યાં તો એક અકળાયેલું સસલું એ સ્થાને ખડું થઈ ગયું. તારે પગ એના પર પડે તો એ તો કચરાઈ જ જાય ! પણ તે દયાના ઉમદા ગુણથી પગ ઊંચો રાખે. તારા આશ્રયે આવેલ એ જીવનું રક્ષણ કર્યું. લગભગ ત્રણ દિવસે દાવાનળ શમ્યા ને પશુઓ બધા સ્વસ્થાને ગયા ત્યાં સુધી એવી સ્થિતિ રહી, એટલે લોહી ગંઠાઈ જવાથી પગ હેઠે મૂકાય તેવું ન જ રહ્યું તેથી ભૂમિ પર પડી ગયે. એની પીડા પણ વધી પડી, છતાં તારા પરિણામ કરુણામય જ રહ્યા. પરોપકારના કાર્યથી તારે આત્મા પ્રફુલ્લિત જ રહ્યો. એ શુભ ભાવમાં જ તું પંચત્વ પામ્યા.
સસલાની દયા ચિંતવનાર, અરે! તિર્યચનિમાં પણ એ માટે અપાર કષ્ટ અનુભવનાર એ મેઘ ! તું આજે મનુષ્ય અવતારમાં માત્ર મુનિઓના અવરજવરની કલામણથી નાહિમત થાય છે? વળી એ ચરણરજ પણ કોની ? જેઓએ ત્યાગજીવનની મરમ્ય