________________
નદિષેણુ :
[ ૨૭૭ ] તરત જ સજ્જ થઇ તે પણ નીકળી પડ્યો. જોતજોતામાં પગે ચાલતાં તાપસવ્રુદની લગેાલગ આવી પહાંચ્યા અને પરિચિત તાપસકુમાર સાથે અધૂરી વાતના તાર મેળવવા લાગ્યા. તાપસે વાતના અનુસ ંધાનમાં આગળ વધતાં જણાવ્યું કેઃ—
*
66
રાજપુત્ર ! કદાચ અકસ્માતથી એકાદ સામાન્ય હસ્તીનુ આગમન થયું હાત ને અમારા પ્રિય આશ્રમ પર એને પ્રકેાપ ઊતર્યા હાત તે અમને એટલું દુ:ખ ન થાત, એ આટલી હદે નુકશાન પણ ન કરત; પરંતુ આ તે અમારી જ નિશ્રામાં ઉછરેલ, અમારા જ સંરક્ષણથી વૃદ્ધિ પામેલ અને અમારા સહવાસમાં જ જેનેા બાલ્યકાળ વ્યતીત થયેલ છે એવા એક પિરિચત માત ંગનું આ ભયંકર કાર્ય છે. એ હસ્તી નાનેા હતેા ત્યારે અમારી સાથે વૃક્ષાનું અને ફળ-ફૂલના રોપાઓનું જળસિચન સુંઢમાં પાણી ભરીને કરતા. સેચનક એવું ગુણનિષ્પન્ન નામ અમેએ તેનું રાખેલું. અમારી સાથે એક સહુચરની જેમ એ ભળી ગયેલ, જાણે રમતગમત કે વ્યવસાયને એક સાથીદાર. આટલી મિત્રાચારી સકારણ હતી. એને જન્મ જ અમારા આશ્રમમાં થયેલા. પાંચ સેા હાથણીઓના સ્વામી એક બળવાન ગ્રંથપતિ હાથી હતા. એના મનમાં દીર્ઘકાળ સુધી અટવીનું સામ્રાજ્ય માણવાના કેાડ હતા એટલે કાઈ પણ નરહાથીને એ જીવતા રહેવા દેતા જ નહીં. જન્મતાં જ એના ગળે ટુંપે દેવાતા અર્થાત્ યાં યૂથપતિની નજરે ચડતા કે એ પિતા જ એનેા યમરાજ નિવડતા. આવા ભયંકર પતિની એક પત્નીએ કેવળ અપત્યપ્રેમની વિવશતાથી ગર્ભાવસ્થા પ્રાપ્ત થતાં છળથી એની સાથે કામ લીધું. પગ ખાડંગવાના ઢોંગ કરી, હાથણીના સમૂહથી ઇરાદાપૂર્વક પાછળ રહેવા લાગી. ધીમી ચાલે ચાલી કાઇ વાર એ દિવસે તા કેાઇ વાર ચાર દિવસે સાથ ભેગી થતી. એ રીતે યૂથપતિને વિશ્વાસ પમાડી, અમારા આશ્રમમાં બચ્ચાને