________________
[૨૭૬]
પ્રભાવિક પુરુષ : કુલપતિ સહ તાપસનું આવું મેટું વૃંદ આમ રાજદરબારમાં દાખલ થવાને આ પ્રથમ જ પ્રસંગ હતો. કેઈ ગંભીર બનાવ બન્યાની એથી આગાહી થઈ. ઘડીભર મનમાં તરંગ પણ ઊઠ્યો કે “આ નિઃસ્પૃહીઓ શા કારણે આમ વિલંબ બન્યા હશે ?” તરત જ ટેળાની પાછળ ખેંચાઈ રહેલા એક તાપસકુમારને બાજુ પર સ્નેહપૂર્વક બોલાવી તેણે ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો.
“હે તપોધન ! સંસારજન્ય ઉપાધિને ઠેકરે મારનાર આપ સરખા નિરિછકેને આ ગ્લાનિ શી? આ દોડધામ શી ? એવી તે શી તમારી માલ-મિલ્કત લૂંટાણી છે?”
“રાજકુમાર! એક હાથીએ આજે અમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવ્યું છે. અમારા આશ્રમોને તોડીફાડીને ખેદાનમેદાન કરી નાંખ્યા છે. લાંબા પરિશ્રમે અહર્નિશ જળસિંચન કરી જે ઝાડપાન અમે ઊછેર્યા હતાં તે સર્વનું જડમૂળથી નિકંદન કહ્યું છે. વસ્ત્ર–પાત્ર અને વસ્ત્રવિણ એવા અમે, પશુ-પંખી કરતાં પણ ખરાબ હાલતમાં આવી ગયા છીએ.”
રાજકુમાર આગળ કંઈ પૂછે તે પૂર્વે તો દરબારગઢમાંથી કોટવાળ અશ્વારોહી સૈનિકોની એક ટુકડી સાથે કુલપતિએ નિર્દિષ્ટ કરેલ સ્થાન તરફ ત્વરિત ગતિએ કૂચ કરી ગયે. એની પાછળ સારું ય તાપસનું ટેળું ધીમેધીમે પાછું ફર્યું. જુવાન તાપસકુમાર પણ એમાં જોડાયે. તાપસ, સંન્યાસી, શ્રમણ કે નિર્ચન્થ જેવાના જીવન અકિચન ને નિર્લેપ હય, જ્યાં પરિગ્રહનું નામ પણ ન હેય ને મમતાનો સંભવ સરખો પણ ન હોય-આવા નંદિષેણે ક૯પેલા ચિત્ર સાથે આ તાપસનું જીવન બંધબેસતું નહોતું. તાપસકુમારના અધૂરા વૃત્તાન્ત એ નજરે જોવાની જિજ્ઞાસા નંદિષણના હૃદયમાં પ્રગટાવી. એકાદા હાથીના તોફાનથી આ આત્માઓ આટલા પ્રમાણમાં કેમ હતાશ થઈ ગયા એ જાણવાનું કુતૂહળ પણ થયું.