________________
નદિષેણું
એકાએક કુલપતિની સરદારી હેઠલ તાપસવંદને રાજદરબારમાં વિહ્વળદશામાં ગ્લાનિભર્યા ચહેરે પ્રવેશતું જેમાં જ કુમાર નંદિષેણ મહેલના પગથિયા ઊતરીને નીચે આવ્યો. આજે તે વનના આંગણે આવી ચૂકેલ છતાં સંસારના વિલાસે કે યુવાનીસુલભ રંગરાગ અને આકર્ષી શક્યા નહોતા. નજર સામે પિતાના જ બંધુઓને વિવિધ મોજ ઊડાવતા જોતાં છતાં એનું મન કુદરતી રીતે તેનાથી અલિપ્ત રહેતું. સાંસારિક બાબતમાં લગભગ એ કમળપુણવત્ નિરાળે જ રહેતો. સંસારની ઉપાધિને લાત મારી જેઓ અરણ્યવાસમાં જીવન ગાળવા કટિબદ્ધ થયા હતા એવા નિર્ચથ, સંત કે તાપસ પ્રતિ તેને બહુમાન પેદા થતું. એમને એકાદ નજરે ચડતાં જ તે તેમના પગ ચુમવા પહોંચી જતો.
પિતાશ્રી શ્રેણિક પાસે ઘણી ય વાર તેને તાપસ, મહંત કે ભિક્ષુકને આવતાં જોયેલા, તેઓની માંગણી સંતોષવામાં જવલ્લે જ નૃપ આનાકાની કરતા, એ પણ એની ધ્યાન બહાર નહોતું. પ્રભુ શ્રી મહાવીરદેવની સ્થિરતા રાજગૃહીમાં હોય ત્યારે રાજવી દરરોજ રાજરસાલા સહિત વંદન અર્થે જતા, એ પણ જોયેલું અને અનુભવેલું નિર્ચથ પ્રત્યેની દઢ ભક્તિમાં ભૂપ શ્રેણિક સાથે કેઈક જ બરાબરી કરી શકે એવું પોતે માનતો. ચાહે તો આ વારસામાં મળેલા સંસ્કારની અસરથી કે ચાહે તે અન્ય કેઈ અગમ પ્રેરણાથી–ગમે તે કારણથી ત્યાગીને વેશ પ્રતિ તેને અતિશય પ્રેમ હતો. હજુ તે અણગાર અને મઠધારી વચ્ચેના તફાવત શું શું હોઈ શકે એ પારખી શક્યો નહોતો. બારિકાઈથી એ જવાનો પરિશ્રમ પણ નહોતો સેવ્યો, એમ કહેવામાં કશું ખોટું નથી.