________________
મંત્રીશ્વર અભયકુમાર :
[ ૨૫૯] હોઈ શકે? અયોધ્યાની પ્રજા પિકી કેઈ એકે શંકા દાખવી કે ઝટ સીતાને અરણ્યમાં હડસેલી મૂકી ! નવાં બેરખા નિરખતાં જ પ્રેમી શંખરાજા ફરી બેઠા અને ગર્ભાવસ્થાના કિનારે પહોંચેલી કલાવતીને ભરજંગલમાં મોકલી અને કાંડા કપાવાનો પ્રસંગ પ્રાપ્ત થયે! સતી અંજના કે સતી નર્મદા સુંદરી આવી જ રીતે વહેમને પાત્ર બનેલી ને ! શું નારીને અવતાર એટલે એની કંઈ પ્રતિષ્ઠા જ ન મળે! શંકાનું કારણ જન્મ રાજવી હૃદયમાં અને દુ:ખપરંપરા ભેગવવાની બિચારી અબળા જાતિને ! ! મંત્રી અભય ! આ રસમ વિચિત્ર નથી જણાતી? એ તો સારું છે કેજ્ઞાની પુરુષોએ શિયલ-પતિવ્રતધર્મને ઉપદેશ સચોટપણે દીધો છે અને કર્મની પ્રપંચજાળ સ્પષ્ટપણે સમજાવી છે. વળી સતીજીવનનું મહાસ્ય નારીહૃદયમાં એટલી હદે ઊંડું ઉતરેલ છે કે, વિપત્તિઓની ગંભીર પળોમાં–કષ્ટોની ઝડી વરસતી હોય ત્યારે પણ-અમદાઓ શૈર્ય રાખી એ સહન કર્યું જાય છે. પૂર્વ કર્મને યાદ કરે છે છતાં પતિને દોષ હરગીજ જેતી નથી. સ્ત્રીજીવનની એ ઉન્નત બાજુ છે. અબળા માટે એ નૈરવને વિષય છે છતાં આવું લાંબે સમય ચાલુ રહી શકશે ? ”
અભય-“માતુશ્રી ! એની ચર્ચાનો આ સમય નથી. હું હવે રજા લઉં છું.”
ચેલણા-“આજ્ઞાભંગની સલાહ હું ન જ દઈ શકું. વળી હું નિર્દોષ છું એમ જાતે જાહેર કરવું એને કઈ જ અર્થ નથી, છતાં મારા નિમિત્તથી મારી અન્ય બહેનને અકારણ આપદા ઊભી થાય તે સામે મારો વિરોધ છે. મને એકલીને જ શિક્ષાપાત્ર બનાવવા મારી તને ભલામણ છે.”
અભય-“માતા! આપ શું વદ છો? સૂર્યમાં અંધકારનો સંભવ હોય, કિંવા સો ટચના સુવર્ણમાં કંઈ દેષને સદ્ભાવ