________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૫૭] દેશમાં એટલી વ્યગ્રતા પ્રવર્તી રહી કે પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન સરખું પણ ન રહ્યું !
“માતુશ્રી ! પ્રણામ. કેમ આપનું મુખ આજે અહર્નિશની માફક પ્રકુલ્લિત નથી દેખાતું ? શરીરે તો સ્વાથ્ય છે ને?”
અભયના આ સવાલથી જાણે એકાદ વ્યક્તિ ઊંઘમાંથી ઝબકી ઊઠે અને વિહ્વળતાથી જવાબ દેવા યત્ન સેવે તેમ ચેલાએ અભયકુમારને ઢીલા પડી ગયેલા સાદે કહ્યું કે-“ આવ વત્સ ! તારા સિવાય મારી મૂંઝવણ કોઈ ટાળે તેમ નથી.”
માતુશ્રી ! આજે શું વાત બની છે ? પિતાશ્રી એકાએક આટલા કોંધાન્વિત શા કારણે થઈ ગયા છે?”
“પુત્ર! જે એ કારણની મને ખબર હોત તો પછી ચિંતા કરવાપણું રહેત જ કયાંથી ? રાત્રિના આનંદપૂર્વક અલકમલકની વાત કરતાં અમે સૂતેલા. ત્યારપછી સખત ઠંડીમાં મને તો ગાઢ નિદ્રા આવી એટલે પાછળના કેઈ બનાવની મને કંઈ જ ખબર નથી. આજે ઊઠતાં પણ વિલંબ થયો અને ત્યાં તો પ્રથમઝારે માપ: ના જેવા સમાચાર કાને પડ્યા. “કારણmગે કારજ નિપજે ” એ ટંકશાળી વચન છે, છતાં મને કઈ કારણ જણાતું નથી.”
માતુશ્રી ! પ્રાત:કાળમાં જ રેષના વાદળ ઘેરાયાં છે, એટલે એ પૂર્વે અર્થાત્ નિશાકાળમાં જ કંઈ શંકાસ્પદ બાબત બની છે. આપ શાંતિથી વિચારો. ”
શું વિચારું ? દીકરા ! તારાથી મારે ઓછું જ કંઈ છુપાવવાનું હોય ? કંઈ બન્યું હોય તો જણાવું ને ! જે ને ગઇકાલે તીર્થપતિ શ્રી મહાવીરદેવને વંદન કરી સંધ્યાકાળે પાછા
૧૭