________________
[૨૫૬]
પ્રભાવિક પુરુષો : એ સાંભળવા કે વિચારવા ઊભા રહેવું છે કોને? રાજા, વાજા અને વાંદરા જ્યારે ટેડા (વાંકા) થાય ત્યારે કોઈના નહીં. ગમે તેવા પ્રસંગમાં–અરે ! સુંદર રંગ જામ્યો હોય ત્યારે એમાં ભંગ પાડતાં વિલંબ ન થાય. “વિવાહની વષી” કરી નાંખતા વિમાસણ ન કરે અને પિતાશ્રીની તો કઈ વાત જ અનોખી છે.
હજુ થોડા સમય પૂર્વે તો એ નવી રાણું લાવ્યા છે અને એની (ચેલણા) સાથેના પ્રેમ-સંવાદના હજુ તો ભરતીના મેજ આવે છે ત્યાં એકાએક આ જાતની આજ્ઞા તેઓશ્રીને કેમ કરવી પડી?
અનુમાન ઉત્તર આપે છે કે-એમાં જરૂર કંઈ વહેમનું વેજુ સંભવે છે. એને તાગ કાઢવા સારુ માતુશ્રી ચેલણના મંદિરીએ પહોંચવું જોઈએ. અભયકુમાર રાણું ચેલણાના આવાસમાં આવી જુએ છે તો રેજ પ્રવર્તતી ચંચળતાને બદલે સુસ્તી અને અવ્યવસ્થા ડેયિાં કરી રહી છે. ગઈ રાત્રિની સખ્ત ઠંડીથી રાણ રેજ કરતાં મોડા ઊડ્યા. ત્યાં દાસીવૃંદના મુખેથી સાંભળ્યું કે “મહારાજા ઊડ્યા ત્યારથી જ ગુસ્સાના આવેશમાં હતા. વાતવાતમાં રાતાપીળા થઈ જતા. રેજની માફક શાંતિથી પ્રાતવિધિ ન સમેટતા એમાં પણ ત્વરા કરી જલદીથી ચાલ્યા ગયા છે. મંત્રીશ્વરને કંઈ ગંભીર આજ્ઞા ફરમાવી ગયા છે !” આ શ્રવણ કરતાં જ ચેલણાને કેઈ ભયંકર ભાવિની આગાહી થઈ. એકાએક એનાં ગાત્રે ઢીલા પડવા માંડ્યાં.
તેથી જ જ્યારે અભયકુમારે કમરામાં પગ મૂક્યો ત્યારે તે ચિંતાતુર વદને વિચારમગ્ન અવસ્થામાં ત્રાસન પર બેઠી હતી. રેજ કરતાં આજે કમ તદ્દન ઊલટો કેમ થયો? એના કારણની શોધ કરતી હતી. પિતાને સાથમાં લીધા વગર એક ડગલું ન ભરનાર સ્વામી આજે કહેવા પણ ન થોભ્યા, એ જેઈ અપાર દુ:ખ થયું ! અમંગળ થવાની આશંકા બળવત્તર બની. મને પ્ર