________________
[ ૨૨૮ ]
પ્રભાવિક પુરુષ :
મુદ્રિકા એમાં ચાંટી ગઇ કે તરત જ તેના ઉપર સળગતા અગ્નિ ફૂં કયા, અલ્પકાળમાં જ તાપથી એ સૂકા છાણારૂપે પરિણમ્યું, એટલે તરત જ બાજુના કૂવાનુ પાણી આ કૂપમાં વાળતાં જ એ છાણુ તરીને ઉપર આવ્યું. હજારા નેત્રા જેના કાર્ય પ્રતિ એક સરખુ લક્ષ્ય રાખી રહ્યાં છે એવા તે યુવાને તેમાંથી વીંટી કાઢી રાજવી પાસે જઇ તેમના કરમાં સોંપી દીધી. પરદેશથી આવેલ અને રાજ્યવહીવટની ગૂચા શું ચીજ છે ? અને કક્કો સરખા પણુ હજી જેણે ક્યો નથી એવા આ નવયુવાનને શિરે, પૂર્વ પુન્યના પ્રાબલ્યથી કે ઐત્પાતિક બુદ્ધિના દશ નથી, મુખ્યમત્રીપણાના મુગટ જનતાના જયનાદો વચ્ચે રાજાએ પહેરાવ્યેા. ભૂપ શ્રેણિક આ નવયુવાનની તેજસ્વી બુદ્ધિથી રાજી થયેા, એટલુ ં જ નહિ પણ કુદરતી એના પ્રતિ એકાદ અંગત સંબંધી હેાય તેવુ વહાલ અને છૂટયુ. એની આકૃતિ ને મુખમુદ્રા નિહાળતાં જ વર્ષો પૂર્વેની એકાદ સ્મૃતિ ચક્ષુ સામે રમવા માંડી. તેનાથી સહજ પ્રશ્ન પૂછાયા કે–
(6
વત્સ ! તું કયા નગરથી આવે છે?”
99
મહારાજ ! હું એનાતટથી આવું છું.
“ એનાતટવાસી ધનાવહ શેઠને તે તું આળખતા હઇશ. તેમની પુત્રી સુનંદા વિષે તને કઈં માહિતી છે ? ’'
66
રાજસ્! એ સર્વની સાથે તો મારે ઘર જેવા સંબંધ છે. સુનંદાના તેજસ્વી પુત્ર એ તે! મારે જીગરજાન મિત્ર છે. મારાથી એ વિખૂટા રહી શકતા જ નથી.
27
66
“ તા પછી, તે ત્યાં અને તું અહીં કેમ ?'
ܕ
“ના રે ધરાધિપ ! એ મારા માતુશ્રી સુનંદા સહુ અહીં આવેલ છે અને સામે દેખાતા ઉદ્યાનમાં જ ઉતરેલ છે. ’’
“તેા ચાલ વત્સ ! મને સત્વર એમના મેળાપ કરાવ.
,,