________________
મંત્રીશ્વર અભયકુમાર : *
[ ૨૪૧ ] જીવન અગ્નિને ઉપયોગ ન કરે, અથવા તો જે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારે તેને સેનામહોરને અકેક ઢગલે આપી દેવાની જાહેરાત કરી, એમ કરવામાં સમાયેલ અમાપ આત્મબળનું જનતાને ભાન કરાવી રાંકની દીક્ષા એ કેવળ ઉદરપૂતિ અર્થે નહોતી એ સાબિત કરી દેખાડ્યું. અને સાથોસાથ એની પાછળ રહેલ ત્યાગ ના દર્શન પણ કરાવ્યા.
X
પધારે, પધારે, મંત્રી મહાશય! આટલી મોડી રાત્રિએ આપે જાતે પધારવાની તસ્દી કેમ લીધી? એવું તે જરૂરનું શું કામ આવી પડ્યું?”
અભય–“રથવીરસિંહજી! ખાસ કામ વગર હું આપને તસ્દી આપું જ નહીં. એકાએક મહારાજાને શરીરમાં સખત પીડા ઉપડી છે. વૈદ્યરાજનું કહેવું છે કે એક ટાંકભર માનવલેજાનું માંસ લાવવામાં આવે તો આ ગહન વ્યાધિને પ્રતીકાર થઈ શકે. આજે સવારની બેઠકમાં આપે જ માંસને સસ્તું દશાવેલું તેથી પ્રથમ હું આપની પાસે જ દોડી આવ્યા. મારી માગણી સત્વર સંતોષી મને છૂટો કરશે કે જેથી જલદી મહારાજાનો ઉપચાર થઈ શકે.”
મહામંત્રી! મેં માંસ સોંઘુ ગણવેલું એ સાચું પણ મારા કાળજાનું ટાંકભર માંસ આપીને હું જીવતો કેમ રહી શકું? માટે કૃપા કરી મારું આ નજરાણું સ્વીકારે અને મને મુક્ત કરે.” એટલું કહી રથવીરસિંહજીએ સોનામહોરની એક થેલી મંજૂષામાંથી મંગાવી મંત્રી સન્મુખ ધરી.
નિરાશ વદને પાછા ફરવાનું હોય તેમ એ થેલી પિતાની સાથેના પરિચારકને સોંપી મંત્રી દાદર ઊતરી ગયા અને તુરત જ શિબિકા બીજા ભાયાતના પ્રાસાદ તરફ લેવરાવી.
૧૬