________________
[૨૫૦]
પ્રભાવિક પુરુષ : અગમન જરી અભયની દવાએ હવા ફેરવી નાંખી. જોતજોતામાં માલદેવની મનહરતા પુન: ખીલી ઊઠી. અભયકુમારને માનપુરસ્સર વિદાય મળી. જતાં જતાં એણે માસાને ઉદ્દેશીને કહ્યું કે:
આપ તો મને અંધારે ઉચકી લાવ્યા હતા, પણ હું તો તમને પ્રજાજનના દેખતાં ઊઘાડે છેગે એક વાર રાજગૃહી લઈ જઈશ અને ખાત્રી કરી આપીશ કે પ્રજ્ઞા-નૈપુણ્ય કેઈ અનેખી ચીજ છે. તેમજ અભયને છેડો એ વાઘની બેડમાં હાથ નાંખવા તુલ્ય છે.”
રાજગૃહીમાં આવ્યા ને કેટલો ય કાળ વહી ગયે. રાજકાર્યની આંટીઘૂંટીમાં કે વ્યાવહારિક વિષયોના વમળમાં અભયકુમારને ઝુકાવું પડ્યું. એથી ચંડપ્રદ્યોત રાજવીને શિક્ષા આપવાનું કરેલ “પણ” સ્મૃતિમાં તાજુ છતાં એ માટે માર્ગ ન યોજી શકાય. “પુણ્યવંતને પગલે પગલે નિધાન ” આ વચન અનુસાર અન્યદા રાજવી ચંડપ્રદ્યોતને લગતો એક બનાવ મંત્રીશ્વરના કર્ણપટ પર આવ્યા અને તરત જ પ્રદ્યોતરાજને બંદી બનાવવાનું યંત્ર ગોઠવાઈ ગયું.
સીમાડાના એક રાજ્ય પર એ રાજાની રૂપ–લાવણ્યમાં અસરાને શરમાવે તેવી એક કુંવરીને મેળવવા સારુ ચંડપ્રદ્યોત એકા એક હલે લઈ ગયે. ચરપુરૂષદ્વારા એ વાર્તા કુંવરીના પિતાએ જાણ. દક્ષામંત્રીની સલાહથી કામલોલુપી પ્રદ્યોતરાજને અધવચથી એવી છુપી રીતે ફસાવી નજરકેદ કરી લીધું કે એ બનાવની ગંધ સરખી સૈન્યને ન આવી ! નાયક વિનાનું સૈન્ય પાછું ફર્યું, એ વૃત્તાંતની ખબર જ્યારે રાજકન્યાને પડી ત્યારે ગુપ્તપણે તે પ્રદ્યોતરાજને મળી. પોતાની પ્રાપ્તિ અર્થે સાહસ ખેડનાર અવંતીપતિના પ્રત્યક્ષ દર્શન કરતાં તેણીના હૃદયમાં એને માટે સ્નેહ પ્રગટ્યો. આખરી અંજામ ઉભયના પાણિગ્રહણમાં પરિ મુખ્ય અને પ્રદ્યોતરાજની કાર્યસિદ્ધિ થઈ. ઉક્ત પ્રસંગમાંહેની કામાસક્તિ પરથી અભયે ભેજના રચી કાઢી.