________________
[૨૪૮]
પ્રભાવિક પુરુષો : માલવેશ! નીતિકારનું કથન છે કે “વાટાપિ હિત શાહ અને “ગરજે ગમે તેની આજીજી કરવી” આ લેકેક્તિ આપ કયાં નથી જાણતા? વળી એની બુદ્ધિપ્રગભતાના માપ મેં તે વાસવદત્તાના પ્રસંગ પરથી જ કાઢ્યા હતા. તે વેળા એણે મને સ્પષ્ટ જણાવેલું કે-“પ્રેમરક્તા વાસવદત્તાના વત્સ ઉદાયન સાથે ધામધુમથી લગ્ન કરવા એ જ ઈષ્ટ છે, બાકી અન્ય ઉપાય કરવા જતાં કયાં તે કુંવરી ભાગી છૂટશે, કિવા મરણને ભેટશે.” આપ સાહેબના એ પરત્વેના પ્રતિકારને શે નતીજે આવ્યું? આંખમાં ધૂળ નાંખી ઉદાયન વાસવદત્તાને વૈશાંબી લઈ જ ગયે ને! ભલે આપે તેની સાથે છળ કર્યું છે છતાં એ મંત્રી સલાહને વખતે પ્રપંચ રમે તે નથી. પવિત્રહદયી છે. બેટી સલાહ કદિ પણ આપે તેમ નથી.”
તે પછી લાવે ત્યારે રીમૂવી વિનરાતિ” એ નીતિકારેનું કથન આપણા સંબંધમાં તો સાચું પડયું છે.
નમસ્કાર માસાજી! છો તો મજામાં ને?” અવંતીપતિ ચંડપ્રદ્યોતના સલાહભુવનમાં પ્રવેશ કરતાં મંત્રીશ્વર અભયે રાજવીને ઉદ્દેશી પ્રશ્ન કર્યો.
અરે અભય ! આ કંઈ રાજગૃહી નથી, વળી હું તારે માસે કે તને નજરકેદમાં પુરનાર શત્રુ?”
મારે મન રાજગૃહી ને ઉજજયિની સમાન જ છે. વળી ચેડામહારાજની પુત્રી જેમ ચેલણા છે તેમજ શિવદેવી પણ છે. ચેલણદેવી પ્રત્યેનો મારો નેહ મારી જનેતા સુનંદાથી તલભાર પણ કમ નથી. એ હિસાબે ચેલણાદેવીની બહેન શિવાદેવી મારા માસી જ છે અને આપ તેમના સ્વામી છો એટલે મારા માસા ચાને વડીલ જ છે.