________________
મંત્રીશ્વર અભયકુમાર :
[ ૨૫૩ ] એની પાછળ કંઈ ભેદી રમત તે નથી રમાતી? એ પણ ન કળી શ. નીતિકારે સાચું જ કહ્યું છે કે- ઘુવડ દિવસે જોઈ શકતું નથી, કાગડે રાત્રે જોઈ શકતો નથી, પણ કામાંધ તો દિવસે અને રાતે બંને વખત જોઈ શકતો નથી, અર્થાત્ એનું અંધપણું સવિશેષ છે.”
ભ્રાતાયુગલ અને ભગિની વચ્ચે એક રાત્રિએ મસલત થઈ ચૂકી. બીજી સવારે મધ્યાહ્ન થાય તે પૂર્વે અવંતીમાંથી ઉચાળા ભરવાનો કાર્યક્રમ નિયત થયે. રાજવી ચંડપ્રદ્યોતને બંધનથી જકડી લઈ ઉઠાવી જવાની સર્વ તૈયારી થઈ ચૂકી.
પ્રાત:કાળના ચોઘડીયાં વાગી રહ્યાં ત્યાં તો પ્રતિદિન ભજવાતા એકધારા નાટકના આખરી પ્રવેશનો આરંભ થયે. દૂધ પીવામાં રક્ત બનેલ બિલાડી પાછળ ઉગામેલી લાકડી જોઈ શકતી નથી તેમ લટ્ટુ બનેલ કામી સ્વને પણ માથે ભમતો ભય નથી પારખી શકતો. હજુ આનંદના પૂર ઉભરાયા પણ નથી ત્યાં તો એકાએક ચંડપ્રદ્યોત ભૂપને જોરથી પકડી લઈ, રાજપોશાકનો ત્યાગ કરાવી, ગાંડા પ્રદ્યોતને સ્વાંગ સજાવાયે અને ગાડી પર ચઢાવી સખત બંધનથી મુશ્કેટાટ કરાયે. તરત જ પ્રયાણું આરંભાયું.
અવંતીને એ જ મેટ બજાર, જાતજાતનાં કરિયાણું જ્યાં સદેવ કયવિક્રય થતા એ જ આ સ્થાન. દગો થયાનું પૂર્ણ રીતે સમજી ચૂકેલ રાજવી પ્રદ્યોત એ બધું નિરખતાં જોરશોરથી બૂમ મારવા લાગ્યું. “ અરે ! કઈ દેડા, જલ્દી દેડે, આ હરામખોર મને બાંધીને લઈ જાય છે, તેના હાથમાંથી છોડાવો. હું પ્રતરાજ છું. માલવપતિ ચંડપ્રદ્યોત છું. ”
પણ રેજના ફારસથી ટેવાયેલી અવંતીની જનતાએ આ બનાવમાં સોદાગરના ગાંડા ભ્રાતાની ગ્રથિલતાની અતિરેક્તા