________________
મંત્રીશ્વર અભયકુમાર : *
[ ૨૪૯ ] જે કે આપે રાજગૃહમાંથી, વેશ્યાને શ્રાવિકાને સ્વાંગ સજાવી, ધર્મના ખોટા મિષથી છેતરપિંડી કરાવી મને અત્રે આ બંધનમાં રાખે છે, છતાં એનું મને દુઃખ નથી, પરંતુ છળપ્રપંચ એ ક્ષત્રીવટને લાંછનરૂપ હોઈ સાચા રાજવીને ધર્મ નથી. સ્વામીભાઈના નાતાથી જમવા તેડી એ બનાવટી શ્રાવિકાએ જે કરણ કરી એનું ફળ એ બિચારીને જ ભેગવવું પડવાનું! સ્વામીભાઈ પ્રત્યેનો ધર્મ “તારક છે પણ એ વામાએ તેના કરેલ દુરુપયેગથી એને માટે તો “મારક” રૂપ નિવડવાને. યાદ રાખજો કે ધર્મના અંચળા હેઠળ કરાતું છળ મહાભયંકર છે. માતાજી! આપ પણ રાજધર્મ ચૂકી શું લ્હાણ કાઢે છે ? પરાક્રમી છતાં, વગરવિચાર્યું કરવાથી આપની અપભ્રાજના ઓછી થાય છે?”
અભય! મારે તારું નીતિશાસ્ત્ર સાંભળવું નથી. મેં બીજા જ કામ સારુ તને બોલાવ્યા છે. એમાં સાચી સલાહ દઈશ ને?”
આપ જેવું “પિંડે તેવું બ્રહ્માંડે ”જેવાનું મૂકી દો. પીઠને ઘા કરવાનું અભય શિખ્યા જ નથી. વિશ્વાસ હોય તો પૂછો.”
જેને ભાઈ! મારે સારે એ દેશ મહામારીની દારુણ ઘંટીમાં પીસાઈ રહ્યો છે, એને કંઈ ઉપાય તું ન દર્શાવે?”
મહારાજ ઓહો! આમાં વિલંબ કે ! “હાથકંકણને આરસીની જરૂર કેવી?” આ કેઈ પિશાચદેવનું કાર્ય છે. સામાન્યત: આટલી પ્રબળતમ શક્તિ અને આટલે અમર્યાદિત વિસ્તાર કેવળ મરકીને ન જ સંભવે, પરંતુ ગમે તેવા ક્રૂર દેવની શક્તિ પણ એકાદી સાધ્વી, સુશીલા, પતિવ્રતા, સતીના દર્શન થતાં જ નષ્ટ થઈ જાય છે. રાણું શિવાદેવીના હસ્તે સર્વત્ર વારિ સિંચન કરાવે કે આપોઆપ આ આત્તિ શમી જશે. ઘરમાં મહાસતી મેજુદ છતાં વિલંબનું શું પ્રજન?”