________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૪૩] માંસની કિંમતના બદલામાં પ્રાપ્ત થયેલ છે. હવે નિર્ણય કરે કે માંસ સધું કે મેં ?”
શિકારદ્વારા પરના પ્રાણુ અપહરણ કરી રસનાઈદ્રિયની લુપતામાં રાંક બાંધ અથવા રાંક પ્રાણીઓ પર પ્રહાર કરી વીરતાના બણગા ફેંકવા એ સહેલું છે, પણ જ્યારે પોતાના જીવ પર આવે છે ત્યારે જ જીવન કેવું મીઠું છે અને મરણુભય કે દુઃખદ છે એનો સાચો સાર સમજાય છે. સૃષ્ટિતળ પરના નાના મોટા દરેક આત્માને જીવન મારું છે. સર્વને જીવવાની આકાંક્ષા જ વતે છે, તેથી જ મારમવત પર્વમૂy, ચ: પતિ ર પરત એમ કહેલું છે. એ સૂત્ર હદયમાં ધારણ કરાય તો માંસ જેવી મેંઘી કઈ વસ્તુ નથી એ વાત સહજ સમજાય, મૃગયાનો છંદ આપોઆપ ઓસરી જાય અને નિરપરાધી જીના માથે ઝઝૂમી રહેલ ભયંકર મરણુભયરૂપી વાદળ વિખરાઈ જાય.
શ્રેણિક-“અભય! ખરેખર તે આજે મારા નેત્રો ખેલી દીધા છે. ગર્ભવતી હરણીના કેમળ ગર્ભે મારું અંતર વલોવી નાંખેલું. એ વેળા પુન: “આવું નહીં કરુંએવા પરિણામ પણ થયેલાં. ચેતનયાને એ માટે ઉપદેશ તો ચાલુ જ છે, પણ આ મિત્રમંડળીની પ્રેરણા અને જિલ્લા પર ચૅટી બેઠેલ સ્વાદ-મને એ છંદમાંથી મુક્ત નહોતા કરી શક્યા. તારી ટાંકભર કાળજાનાં માંસ અર્થેની પ્રયુક્તિએ મારા અંતરને પડદે ચીરી નાંખ્યો છે, તેથી કાયમને માટે માંસભક્ષણ છોડવાનું “પણ” હું ગ્રહણ કરું છું.”
અભય-“તે પછી નેકનામદાર એ નિયમ પરમાત્મા શ્રી મહાવીરદેવની સાક્ષીમાં જ લ્યો. એ મહાસંતની શીતળ છાયામાં સ્વીકૃત કરેલ પ્રતિજ્ઞામાં ખલન થવાનો પ્રસંગ જ ન ઉદ્દભવે. સાથોસાથ ગર્ભવતી મૃગલીને પાપનું પ્રાયશ્ચિત્ત પણ માગજો. સીધો રાહ તો “બંધસમયે ચિત્ત ચેતીએ રે, શે ઉદયે સંતાપ?”