________________
મંત્રીશ્વર અભયકુમાર : *
[૨૪૫] અભય આપ્યું, એક દિનનું શ્રમણત્વ સ્વીકાર્યું. સાથે જ પોતે સંસારમાં છે કિવા મંત્રીના ઓઢા પર છે એ વાત વિસારી મૂકી, કેવળ ધર્મધ્યાનમાં મન પરેળ્યું-ધ્યાનમાં નિશ્ચળ થયા.
આત્મવિશ્વાસ કેઈ અનેરી વસ્તુ છે. કટોકટીના સમયમાં પણ એ પર ચોકક્સ પલાણ મારનારને જવલ્લે જ નિરાશાની આંધિમાં અટવાવું પડે છે. ઘણુંખરું તે દુનિયામાં વિજયશાળી આત્માઓની પ્રશસ્તિઓ જ ધાર્યું છે અને એ પ્રશસ્તિઓમાં નંધને લાયક થનાર, આત્મતેજ પર મુસ્તાક રહેનાર આત્માએના જ ઉદાહરણ જડવાના.
દેવતાઈ હાર ચેરનાર જીવ એની પાછળની સખત તપાસથી અકળાઈ ઊઠ્યો. અભયના હાથમાં એ કાર્ય સુપ્રત થયાનું જાણતાં જ એના હાંજાં ગગડી ગયા. ગુપ્તપણે હાર તેને પહોંચતો કરવાની તક જોવા લાગ્યા. હાર મંત્રીની નજરે ચડે છતાં પોતાનો પીછો પકડી ન શકે એ ઇરાદાથી પાખીની રાત્રિના અંધારા પથરાયા પછી, ઉપાશ્રયની બહાર કાઢ્યોત્સર્ગ ધ્યાનમાં એકાગ્ર બનેલ આચાર્યની કેટમાં હાર પહેરાવી ચોરનાર વ્યક્તિ અદૃશ્ય થઈ ગઈ.
સંધ્યા આવશ્યકથી પરવારી ઉપાશ્રયના કમરામાંથી ગુરુશુશ્રષા અર્થે બહાર પગ મૂકતાં જ પ્રથમ શિષ્ય પેલે હાર જે. તરત જ તેનું ચિત્ત રાજઆજ્ઞાના વમળે ચડ્યું ને ગુરુદેવના શિરે મરણાંત ભયનું ચક્ર ભમતું ભાળ્યું. પ્રથમ પ્રહર પૂર્ણ થતાં જ તે શિષ્ય પાછો ફર્યો અને ઉપાશ્રયમાં પ્રવેશતાં નૈધિકીના સ્થાને ભયં વતે” એ શબ્દોચ્ચાર થઈ ગયે.
અભય-“મુનિશ્રી ! સંસારના બંધનને સાપ કાંચળીનો ત્યાગ કરે એ રીતે તજી દેનાર મહંત! આપને ભય કે?” - મુનિશ્રી–“મહામંત્રી! મને સંસારીજીવનની સ્મૃતિ તાજી