________________
[ ૨૪૪ ]
પ્રભાવિક પુરુષ :
એ વાકયમાં સમાયા છે, છતાં પાપ થયું ન થયું થનાર નથી, એટલે હવે આલેાચના કરવી એ જ એક માત્ર માર્ગ છે. ’
મંત્રીશ્વરની બુદ્ધિમત્તાનું આ ઉદાહરણ સંગ્રહવા જેવુ છે. એ પછી જ શ્રેણિકન્રુપના જીવનના અનેરા પલટા થયા. એ કથાપ્રસંગ લાંબે હાઇ ચાલું વિષય સાથે અપ્રસ્તુત છે. બાકી શાસ્ત્રકારાએ તેા કચ્યું છે કે—
"
ज्ञानचारित्रहीनोऽपि श्रूयते श्रेणिकः किल । सम्यग्दर्शन माहात्म्यात्, तीर्थकृत्त्वम् प्रपत्स्यते ॥
એ શ્લાકનું બીજ ઉપરાક્ત બનાવમાં છે. પ્રભુમુખથી અહિંસાનું સુંદર સ્વરૂપ સાંભળી, જીવવધ પાછળ રહેલ મહાપાપનુ વણું ન વિચારીને જ શ્રેણિક મહારાજ પ્રભુ શ્રી વીરના અનન્ય ભક્ત બન્યા. અડગ શ્રદ્ધાધર તરીકે દેવ, દાનવ અને નરસમૂહમાં ગણાયા–જૈનશાસનના સ્થંભ થઇ પડ્યા.
એ જીવંત શ્રદ્ધાએ દેવતાઇ હાર અપાવ્યા, એની પ્રાપ્તિથી રાણી ચેલણાને હર્ષોંનદ થયા અને અકસ્માત તે ચારાઇ જતાં જખરા સક્ષેાભ પણ પેદા થયેા.
ચારની તપાસના બેજો ફ્રીફરીને આવ્યે મંત્રી અભયના માથે. ચાલાક પ્રજ્ઞાવંતની પ્રજ્ઞા એ અર્થે અનેિશ ખરચાતાં પણ ગુન્હા અણુઊકલ્યા રહ્યો. સાત દિનની અંતિમ અવધિને છઠ્ઠો સૂર્યાસ્ત આથમી ચૂકયે, આવતી કાલ એ તા પાખી. ધર્મજ્ઞ મંત્રી એ દિને પૌષધ ન મૂકે. વ્યાઘ્રતટિન્યાય જેવું. પૌષધ પારીને આવતાં જ ક્યાં તા હાર મગાવવાની અગર તેા મૃત્યુની ભેટ કરવાની આજ્ઞા છૂટવાની. ન્યાયની તુલા નથી જોતી ખાપ દીકરાને કે નથી પાડતી ભેદ રાયરકના. ‘ રીઝવવા એક સાંઇ કિવા ધમે કર્મ ઠેલાય ’ એ સૂત્રને સધિયારો લઇ મહાશય અભયે પૈાષધશાળામાં પ્રવેશી આઠ પહેાર સુધી સકળ જીવરાશિને
6