________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૩૯] ચેલણું પ્રતિ દઢ પ્રેમ ધરાવનાર શ્રેણિકભૂપને સખત રક્ષણ વચ્ચેથી આમ્રફળ ગયાનું દુખ વિશેષ લાગ્યું. રાજાની આંખમાં ધૂળ નાંખીને વસ્તુ પ્રાપ્ત કરવી એ અશક્ય જ ગણાય, ત્યાં તો વિનંતિ જ શોભે. આ બનાવે ભૂપાળનો ગુસ્સો વધારી મૂક્યો. ચોરને પકડવા મહેનત કરી છતાં એનો પત્તો ન લાગવાથી આખરી પયગામ આવ્યું અભયના શિરે કે “ ગમે તેમ કરી ચોરને પકડી લાવે, નહિં તો તેની શિક્ષા તમે સહન કરે. ” ઊંચા આસન સાથે જ ભારી જવાબદારી લખાયેલી છે. એ ક્રમ અનાદિ છે. ચોરનો પત્તો મળ્યાનું સાંભળતાં જ મગધેશનો કેપ વધી પડ્યો. મંત્રી નિવેદન કરે તે પૂર્વે ચારને ફાંસીને માચડે ચડાવી દેવાનો હુકમ થયો અને એ સામે હરફ પણ કેણ ઉચ્ચરે ? સાશામજો દિ નાપા, સરઢવ મુક્તિ
સર્વત્ર અંધકાર હોય ત્યાં બુદ્ધિમાન કિરણ ફેંકી શકે, કેમકે * Knowledge is power '249191 al fetite as JET એ ટંકશાળી વચન છે. અભયકુમારે હિંમતપૂર્વક રાજા પાસે આવીને નમ્રતાથી ઉચ્ચાયું: “મહારાજ ! આ આમ્રફળનો ચોર.”
શ્રેણિક-“એને શિક્ષા કરવાનો હુકમ અપાઈ ગયો છે. એમાં ખૂદ તારા આગ્રહથી પણ ફેરફાર ન કરવો એ મારો નિશ્ચય છે. મારી આંખે પાટા બાંધી જનારને મારે સખ્ત નશિયત કરી પ્રજામાં ધડે બેસાડવા જોઈએ. એ સમયે ગુન્હાનું પ્રમાણ નથી જેવાતું, પણ આસપાસના સંજોગ જોવાય છે.”
અભય-“સ્વામિન! એ બધું સાચું, પણ એ વ્યક્તિ પાસે રહેલ વિદ્યા તો ગ્રહણ કરી ત્યે; નહિતર ચેરના મૃત્યુ સાથે વિદ્યાનું પણ મૃત્યુ થશે. ”
શ્રેણિક-“તો પછી વિલંબ ન કરે. ઝટ લાવો એને અહીં. પહેલું કામ એ જ કરો. ”