________________
[૨૩૮]
પ્રભાવિક પુરુષો : To err is human યાને મનુષ્કા વિરમશીટા જેવી ઉક્તિઓ પ્રચલિત બની છે, છતાં ખરેખરું વૃતાન્ત કહીશ તો તારા જીવને જોખમ નહીં થવા દઉં. વાર્તામાંની નવયૌવનાની જેમ “સત્ય” પર ભરોસો રાખી ગુન્હો કબૂલી લે. “સત્યમેવ જયતે” એ વાક્ય ત્રિકાળાબાધિત જ છે. સારા ય રાજગૃહમાં એ એક જ ઉદ્યાન એવું છે કે જ્યાં સદેવ છએ ઋતુનાં ફળ નીપજે છે. એમાં વસનાર પટરાણું વિશાલાપતિ મહારાજા ચેટકની પુત્રી ચેલણું સતી છે, એના નિમિત્તે દૈવી–સહાયથી આ ઉદ્યાનના મંડાણ થયા છે. સતત જ્યાં ચોકીપહેરે રહે છે ત્યાંથી કેરીઓ લાવવાનું તારું સાહસ પણ કાળીનાગના મુખમાં હાથ નાંખવા જેવું જ ગણાય. એની પાછળ મને તો વિદ્યાની મદદ અને કઈ ખાસ યુક્તિનું અનુમાન થાય છે. આવી નાની સરખી ચીજ સારુ પાકે ચેર આ જાતના બળતા અગ્નિકુંડમાં ન કૂદી પડે.”
મંત્રીશ્વર ! આપ વયમાં ભલે નાના હો પણ પ્રજ્ઞાભારથી નમેલા યાને વૃદ્ધના અનુભવને પણ ટક્કર મારે તેવા છે. હજારેને છકકડ મારી, અદ્યાપિ કેઈના પંજામાં ન આવનાર, તથા સલામત રીતે જીવનશકટ વહન કરનાર હું આજે તમારી ચુંગાલમાં સપડાયે છું તે એક જ કારણથી-મારી ગર્ભવતી પ્રિયાને આમ્રફળ ખાવાને દેહદ થયે. એ અણપૂર્યો કેમ રખાય ? એટલે જ અનામિની વિદ્યાના જોરે ગઢ બહાર રહી, વૃક્ષને નમાવીને ઉદ્યાનના આમ્રવૃક્ષ પરથી મેં કેરીઓ મેળવી. ચોકીદારને એની ગંધ સરખી પણ ન આવી અને કેટવાળને ગજ પણ ન વાગે. માનસશાસ્ત્રના અભ્યાસી તમે જે ન મળ્યા હોત તો એ વાતનો પડદે આટલો જલદી ન ઊઘડત. હવે ચાહે તે મારે યા જીવાડે. આ જ સાચેસાચો વ્યતિકર છે.”
ઉપરને બનાવ વાર્તાના ચાલુ પ્રવાહને સહજ જેડી દે છે.