________________
[૨૦]
પ્રભાવિક પુરુષ : ચારે આસને બિરાજેલ રાજવીને વારંવાર વિનામિની વિદ્યાને પાઠ સંભળાવ્યા, પણ રાજવીની સ્મૃતિમાં શબ્દ કેમે કરી સ્થિર થયા જ નહીં. એટલે નૃપને એની દાનતામાં વહેમ પડે. ત્યાં તો અભયકુમારે ધ્યાન ખેંચ્યું
મહારાજ ! વિદ્યાનું ગ્રહણ તો વિનયપૂર્વક થાય. વિદ્યાગુરુને ઉચાસને બેસાડી આપ સામે બિરાજે તો જ વિદ્યા શિખી શકાય. વિનય વિના વિદ્યા મળે નહીં એ વાત આપ સમજો તો છો જ.”
જ્યાં આ ફેરફાર થયો કે અ૮૫ કાળમાં વિદ્યા કંઠાગ્ર થઈ ગઈ. રાજાની ગરજ સરી એટલે સેવકને તેમની આજ્ઞા યાદ આવી. તેઓ બોલ્યા-“ચાલ ભાઈ ચોર ! આગળ થા.” અભયકુમાર બોલી ઊઠ્યો-“સબૂર કરે. મહારાજ ! વિદ્યાગુરુને કંઈ દક્ષિણા આપી કે ખાલી હાથે વિદાય કરે છે ? દેવગુરુના દર્શન ખાલી હાથે શેને. વિદ્યાદાતા ગુરુનો ઉપકાર કદી પણ ન જ વિસરાય.”
રાજ-“તો પછી આપ સોનામહોરો ને જલદી પતાવો કાર્ય. કયાં સુધી હુકમ અણબજાવ્યો રહે?”
અભય-“જ્યાં જીવનનું અસ્તિત્વ નથી રહેવાનું ત્યાં સોનામહેરો આપવાથી શું ? એ કરતાં તે જીવનદાન એ જ શ્રેષ્ઠ દક્ષિણા છે. ગુરુનું સ્થાન અવધ્ય જ લેખાય. ”
આમ યુક્તિથી નૃપને રોષ ઠંડો પાડ્યો અને ચેરનું કાર્ય સધાયું. જ્ઞાનનું ગૌરવ સ્વીકારી શ્રેણિક ભૂપાળે ચોરને સોનામહારની ભેટ આપી વિદાય કર્યો. અભયકુમારની બુદ્ધિએ ચરનો જીવ બચાવ્યા, એટલું જ નહિં પણ માનસશાસ્ત્રના અભ્યાસીએ આમ્રફળની ચોરી જેવા તો કઈક કેયડા ઉકેલ્યા.
એક રાંકની દીક્ષા સામે આંગળી ચીંધનાર વર્ગને ધનના ત્રણ ઢગલા કરી, જે આજીવન ટાઢા પાણીને ન અડકે, જે આ