________________
મંત્રીશ્વર અભયકુમાર : -
[ ૧૩૫ ] સ્વરે કહે છે કે –“ભાઈઓ ! આ દાગીના જરૂરતમને ઊતારી આપીશ, પણ મારી પ્રતિજ્ઞા પૂરી કરીને પાછી આવું એટલી ધીરજ તમારે ધરવી ઘટે. કૃપા કરી એનું સ્વરૂપ સાંભળો.
કન્યા અવસ્થામાં હતી ત્યારે મનપસંદ વર મેળવવા હું બગીચામાંથી ગુપ્ત રીતે ફેલૈ લાવી કામદેવની પૂજા કરતી હતી. એમ કરતાં એક વાર માળીના હાથમાં પકડાણું. મેં એને ખરેખરી વાત કહી દીધી, એટલે તેણે મારી પાસેથી પરણીને સાસરે જવાની પ્રથમ રાત્રિએ મળવાનું વચન લઈ મુક્ત કરી. આજે શ્વસુર-ગૃહપ્રવેશને પ્રથમ દિન છે. પતિ સહ પ્રથમ વાર્તાલાપ કરી, મારી બાલ્યકાળની વાત જણાવી, વચનપૂર્તિ અર્થે આજ્ઞા મેળવી હું માળીના આવાસ તરફ જઈ રહી છું. હાલ મને આ સ્થિતિમાં જવા દ્યો. પાછા ફરતાં આ સર્વ દાગીના આપીને જ હું ઘેર પાછી ફરીશ. મારા વચનમાં વિશ્વાસ રાખે.”
સાદી ને સીધી વાતથી એરોના દિલ પીગળ્યા. તરુણું આગળ વધી. થોડું અંતર કાપતાં જ રાક્ષસી માનવને ભેટે થ. એને પણ ખાઈ જવાની મોજ માણવાને મનોરથ થયે, છતાં તરુણી મુખેથી સીધું ને સરલ ખ્યાન સાંભળ્યું ત્યારે પાછા ફરવા સુધી થોભવાનું મુનાસિબ ધાર્યું.
આમ મધ્યરાત્રિ થતાં માળીના આવાસના કમાડ ઠેકાયા. જેની સ્મૃતિમાં પુપર બાળાની પ્રતિજ્ઞા લવલેશ સરખો પણ ભાગ્યે જ સંઘરાયેલ છે એવા માળીએ દ્વાર ઊઘાડતાં જ એક સમયની પેલી મુગ્ધ કન્યાને પિતાની નજર સામે પતિગૃહેથી આવેલી અને પ્રતિજ્ઞા પાળવાને ઉત્સુક જોઈ. વર્ષો પૂર્વેની વાત યાદ આવી. મશ્કરીમાં બોલાયેલ અક્ષર ગંભીરરૂપે પરિણમ્યા નિહાળી માળીની નિદ્રા તે ઊડી ગઈ, પણ સાથે સાથે અંતરને દરવાજો પણ ઊઘડી ગયું. તરુણું પ્રત્યે એક દીકરી જેવો સ્નેહ