________________
[ ૨૩ર ]
પ્રભાવિક પુરુષો : છતાં પ્રજાને નથી તો વેઠવી પડી આપદાઓ કે નથી તે ભરવા પડ્યા ભારી કર-વેરાઓ. એનું કારણ પણ નિષ્ણાત મહામંત્રીના કારભારની કુશળતામાં જ સમાય છે.
પ્રભુ શ્રી મહાવીર એનામાં સમકિતને સડસઠ પ્રકારમાંનું પ્રથમ દઢપણું દાખવે છે, અર્થાત્ શ્રદ્ધાના ચાર દમાં પહેલે ભેદ અભયકુમારમાં દઢ હતો. શાસ્ત્રકાર એની બુદ્ધિને દીર્ઘ દશિતાવાળી બતાવે છે અને વાત પણ સાચી છે. તર્કશકિત કે ભાવિ અવલોકન કે હાજરજવાબીના સંખ્યાબંધ પ્રસંગો મંત્રી અભયના ચરિત્રમાંથી ઉદ્ભૂત કરી શકાય તેમ છે. પ્રજાને ગમે તે અટપટો પ્રશ્ન કે ગુંચવાયેલો કેયડે અભયકુમારની આંખે ચડતાં જ ઊકલી જતો. પ્રજાના દિલમાં એનું પ્રજ્ઞાસંપન્ન તરિકેનું સ્થાન મુદ્રિકા પ્રસંગે જ સ્થપાયું હતું.
વિચાર કરતાં અભયકુમારની પ્રશસ્તિ હનુમાનના પુછ માફક લંબાવી શકાય, પણ પ્રાચીન કાળના રાજવી શાંતનુ અને ભીષ્મપિતાની ઝાંખી કરાવતો એકાદ પ્રસંગ જોયા વિના આગળ ન જ વધાય. શ્રેણિક રાજને રાણીઓ એક કરતાં વધુ હતી અને પુત્ર દશક વીતાવી જતા, પણ એમાં માત્ર એકલા અભયનું જ સ્થાન અને મ્યું હતું. એ પુત્ર ઉપરાંત મિત્ર ને સ્વામીનિષ્ઠ સેવકને ભાગ ભજવતો. પાટવી કુંવર છતાં નથી એણે યુવરાજ પદવી ભોગવી કે નથી એણે રાજગાદી લીધી. પિતાની કામનાપૂતિમાં પણ એણે અંતરના મિત્ર જેવું કાર્ય બનાવ્યું છે. પિોતાની માતાની ભક્તિ એણે વિમાતાઓને દુથિીને કે તેમના પ્રતિ ઊણપ યા ભેદનીતિ રાખીને દર્શાવી નથી. રાજવીને એકાદ વાતનો મેહ કે મનોરથ થા કે અભય પુત્ર છે એ વાત વિસરી જઈ તરત જ તેને કહેવા એ દેડી જતા. કદાચ મયદાનું બંધન નડતું, તો અભય પણ પુત્રના હક્કથી નહિ તો મંત્રીના અધિકારથી જાણું લેતો અને જાણ્યા પછી એ ગમે તે ભેગે, અરે! જીવના