________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૩૧] First in war, First in Peace;
First in the heart of his people. ઉપક્ત આંગ્લ ઉકિતને ભાવ અભયકુમારના જીવનને ગ્ય રીતે બંધબેસતો આવે છે. જે કાળની વાત કરી રહ્યા છીએ એ કાળે ભારતવર્ષમાં વિશાલાપતિ ચેટક ભૂપનું રાજ્ય નાનુસૂનું નહતું. નવ મલ્લકી ને નવ લચ્છકી જાતિના અઢાર ગણરાજ્યમાં એ જબરું પ્રભુત્વ ધરાવતું હતું. આમ છતાં મગધની કીતિ અને ખી હતી. રાજગૃહીને માન અને યશગાથા દૂર દૂર સુધી પથરાયેલાં હતાં. એમાં રાજવી શ્રેણિકને રાજ્યકાળ મુખ્ય ભાગ ભજવે છે અને એને ઘણોખરો યશ પુત્રને મંત્રી એવા અભયની કાર્યદક્ષતા ને વ્યવસ્થિત રાજ્યનીતિને આભારી છે. મોગલ સામ્રાજ્યને સુવર્ણકાળ જેમ મહાન અકબરના સમયમાં દષ્ટિગોચર થાય છે તેમ મગધનું કીર્તિકેન્દ્ર બિંબિસારને રાજ્યકાળ છે. અકબરની પ્રતિભામાં મંત્રી બીરબલ આદિ કેટલાકનું નિષ્ઠાપૂર્વક બજાવાયેલું કાર્ય ઊડીને આંખે વળગે છે તેમ શ્રેણિકનૃપની પ્રતિભામાં મંત્રીશ્વર અભયનું કાર્ય જણાય છે. બુદ્ધિ, કળા-રાજ્યકોશલ્ય કિંવા આંટીઘુંટીના પ્રશ્નોમાં અભયમંત્રી અને બીરબલને પ્રભાવ સમાન કક્ષાએ આવે છે. ઉભયના જીવન સાથે સંખ્યાબંધ આખ્યાયિકાઓ બુદ્ધિપ્રગલભતાના ચમકારા દર્શાવતી જોડાયેલી છે. અત્રે એને વિસ્તાર ન કરતાં એ સંબંધી કેટલીક ઊડતી નોંધ લઈ કેટલાક અર્થસૂચક ઈસારા કરી આગળ વધીએ.
વણિકતનયા સુનંદાને એ પુત્ર રાજા-પ્રજારૂપ શૃંખલાને જેડતા મધ્ય એકેડારૂપ હતો. લડાઈ કે સુલેહ એ ઉભય પ્રસં. ગોમાં શ્રેણિકનૃપને પુત્ર અભયની સલાહ અતિ અગત્યની થઈ પડતી. એની જ દરવણુએ મગધ કીર્તિવંતું બન્યું હતું અને શ્રેણિક રાજા ઈસિત કાર્યો નિ:શંકપણે કરી શક્યા છે. આમ