________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૯] ભૂપાળ શ્રેણિક રાજકાજની ગાઢી જંજાળમાં-પિતાશ્રીના સૃષ્ટિપટ પરથી ચાલ્યા જવાના (મરણના) શેકમાં, સ્નેહના આદ્ય પ્રસંગને હૃદયપટ પર અવધારેલ છતાં, એ સંબંધમાં બાહાથી કંઈ માગ નિરધારી શક્યા નહોતા. અન્ય કાર્યોના વમળમાં એ સ્મૃતિ તાજી થતાં ન થતામાં તે વિલીન થઈ જતી. અહો ! પુરુષજાતિ જ આ બચાવ શોધે છે, સ્ત્રી જાતિ માટે ભાગ્યે જ આવો ઉલ્લેખ થઈ શકે. એના હૃદયમાં પ્રીતમ માટેની પ્રીતિ કેટલી ઊંડાઈએ હોય છે એ માપવા કેણ સમર્થ છે? એ સ્નેહ પાછળ રકતનાં શેષણ કરતાં કે દેહના બલિદાન દેતાં પણ નારીજાતિ પાછી પાની કરતી નથી એ શું ઓછા ગૌરવનો વિષય છે? પણ “પુરુષપ્રધાનવ” ના ઘેનમાં એ સમજાય છે ખરું?
મગધના સ્વામી ! આ રહ્યા મારા માતુશ્રી સુનંદા.”
એ વર કર્ણપટ પર અથડાતાં ને ઊંચી નજર કરતાં હૃદયવલ્લભ શ્રેણિકને નિરખી, સુનંદાના લોચન આનંદભારથી નીચા નમ્યા. તરત જ ગાલીચા પરથી ખસી જઈ નાથને બેસવા સારુ સ્થાન કર્યું.
નેહના તારમાં ઝણઝણાટી એ તો સ્વભાવથી જ હોય છે અને એમાં પણ યુવાની અગ્રભાગ ભજવતી હોય ત્યારે શું કહેવાપણું રહે ? રાજા કે રાણી તે પણ દંપતી તો ખરાં જ ને ? વિગીઓને વર્ષો પછી સંગ. એ આનંદના દર્શન પરસ્પરના નયનોમાં થઈ શકે, બાકી એ વર્ણવી ન જ શકાય-અનુભવગમ્ય છે માટે જ.
શ્રેણિકને સચિવની હાજરીમાં એમાં ડૂબી જવાનું વ્યાજબી ન લાગ્યું, તેમ સુનંદાના મિલનમાં પુત્રના દર્શન થયા નહીં એટલે સહજ પ્રશ્ન કર્યો કે
રાણી ! કુંવર કયાં છે? રાજમહાલયમાં જવાની ઢીલ થાય છે. ” જવાબ શું હોઈ શકે? કયાંય સુધી સુનંદા સ્મિત કરતી