________________
ઉદાયન રાજર્ષિ :
[ ૨૧૯ ] કેમ થાય? આજે આપની કથનીએ મારા હૃદયના દ્વાર ઉઘાડી નાંખ્યા છે. પ્રભુ શ્રી વર્ધમાનસ્વામીએ આપને અંતિમ રાજર્ષિ કહ્યા છે એટલે હવે હું રાજા થયા પછી રાજર્ષિ થાઉં એ સંભવતું નથી મારે તેથી કોઈપણ રીતે પિતાની આજ્ઞા મેળવવી તે સિવાય હવે બીજો આરો નથી. ”
આ પ્રમાણે કહી વંદના કરી મંત્રીશ્વર અભય સિધાવી ગયા. રાજર્ષિ ઉદાયન કેવલ્ય પામી સિદ્ધશિલાવાસી બન્યા.
ત્રીજા ગુચ્છકનું રાજવી મનુષ્યનું એ ચોથું પુષ્પ પૂર્ણતાને પામ્યું.