________________
શ્રેણિકપુત્રો : *
[ રર૧] આવેલ શાળામહાશાળ માફક આમાં પણ હલ્લ-વિહલ્લરૂપ યુગલની વાત એક જ મથાળા નીચે આવવારૂપ વિલક્ષણતા છે.
પરમાત્મા મહાવીર દેવને સમય એટલે ભારતવર્ષની ચઢતી કળાને મધ્યાહ્ન કાળ. એ વેળા સે દેશમાં મગધની કીર્તિ સવિશેષ ગણાતી. એની ઋદ્ધિ-સિદ્ધિનો જેમ સુમાર નહોતો તેમ એના વેપાર-વણજ પણ અમર્યાદિત હતા. એ કાળનું રાજગૃહ આજના મુંબઈને પણ ટક્કર મારે તેવું હતું. કથાનકમાં આવતાં વર્ણન પરથી જણાય છે કે-અડતાળીશ ગાઉને તો એનો વિસ્તાર હતા. આજે છેટા પડેલા ગુણશીલવન કે નાલંદા જેવા ભાગો તો તે સમયે તેના પર તરિકે લેખાતાં. જેમની લક્ષ્મીનું લેખું નહોતું એવા સંખ્યાબંધ કેટિવ્રજેને એ રાજધાનીના મુખ્ય શહેરમાં વાસ હતો. સાત માળના મુંબઈના માળા જોઈ, દેશમાંથી પહેલવહેલાં એ ધરતીમાં પગ મૂકનાર માનવીને જેમ અચંબાને પાર રહેતો નથી અને સર્વત્ર ઊંચા મકાને જ લાગ્યા કરે છે તેમ એ કાળે આ વિશાળ નગરમાં સાત ભૂમિકાવાળી હવેલી કે ઊંચા પ્રાસાદને તો નહોતો. આજની મોટી સ્ટીમરોની માફક ત્યાં વસતા મહાન વહેવારીયાના સંખ્યાબંધ મોટા જહાજે અગાધ સાગરને ખેડતા. એમાં કઈ પાંચ સો કૂવાથંભવાળાના તો કઈ અઢીસ કૂવાથંભવાળા હતા અને એમાં પણ ઉક્ત સ્ટીમરોની માફક ત્રણ, પાંચ કે કઈમાં તો છ અગર સાત માળ પણ હતા. ટૂંકમાં કહીએ તો આજના એકાદ મહાન ને ધંધાના ધીક્તા ધામ સમું મહત્વ એ મહાપુરી રાજગૃહીનું હતું. આજના સાધનથી કલાબાના કાંઠે બનેલે બનાવ દાદર વસતે મનુષ્ય સહજ જાણે શકે છે પણ એ સમયની વસ્તી, વિસ્તાર અને વ્યવસાયરક્તતાનું પ્રમાણ એવું વિશાળ હતું ને સાથોસાથ આજની માફકના જાહેરાત કરવાના સાધનને અભાવ હતો કે જેથી રાજમહાલયનું આંગણું વાળતી ભંગિનીના દેહ પર રત્નકંબળ જોયું ત્યારે રાજવી