________________
મંત્રીશ્વર અભયકુમાર.
ભાસ્કરેદેવનાં મધુરાં લાગતાં કિરણે સમયના વધવા સાથે ઉષ્ણુતાને ધરવા લાગ્યા. જનતાનું સંખ્યા પ્રમાણ પણ અતિ વધી પડ્યું. એક તરફ અધિકારી વર્ગ અને પોતાનું સ્થાન પણ પ્રજ્ઞાસંપન્નની કક્ષામાં છે એમ માનતો સમુદાય જ્યારે બીજી તરફ કેવળ કુતુહળવૃત્તિથી ખેંચાઈ આવેલ અગર “તમાસાને તેડું નહિ ” એ ઉક્તિ અનુસાર વિના આમંત્રણે પધારેલ જનવૃદ. આમ જનતારૂપી મહાસાગરમાં વ્યવસ્થા સાચવવા હરફર કરતા રાજ્યના સુભટો એ તે સાગરના પાણી પર લટાર મારતી નાનકડી નાવડીઓ સમ દશ્ય રજૂ કરતા. સે કેઈનું લક્ષ્ય સાથેસાથે આવેલા કુપયુગલ પ્રતિ હતું અને એમાંની કેટલીક જિહુવાઓ અક્ટ સ્વરે ભાષાવર્ગણાના જે પગલોનું આંદોલન પ્રગટાવતી તેમાં કેવળ નિરાશા ને હતોત્સાહનો ભાસ થતો.
અહો ! આટઆટલા બુદ્ધિસંપન્નોના પ્રયાસ નિરર્થક જ ગયા ને ! રાજકાજના અતિ અટપટીયા પ્રશ્નોમાં જેમનું સારું ય જીવન વ્યતીત થયું છે અને સંધિ-વિગ્રહની આંટીઘુંટી ઉકેલી જેમના કેશે પણ સફેદ થવા આવ્યાં છે એવા આ પ્રધાને, આ દિવાનો, કેમ આજે આશાદીપકને બુઝાવી બેઠા છે? તેમની પ્રજ્ઞાનું આટલી હદે તળિયું દાખવનાર આજને કેયડે પણ અજબ ગણાય.”
ત્યાં તો સંભળાય છે કે-રાજવી બિંબિસાર પણ જબરા ! બાપ કરતાં બેટા સવાયા ! રાજગાદી પર પગ મૂકતાં જ બુદ્ધિના અખતરા આરંભી દીધા. અરે! તેવી શક્તિ વિના મગધ જેવા
૧૫