________________
[૨૨૪]
પ્રભાવિક પુરુષો : વાળી-એક સમયની પ્રબળ મહાપુરી–આજે થોડા ઝુંપડામાં સમાઈ જાય છે. એ ગિરિની હારમાળા આજે ખડી છે છતાં એના ગતકાલીન શૈરવનું નામનિશાન પણ નથી રહ્યું. યાત્રાના ધામ તરિકેનું એનું મહત્વ જળવાઈ રહ્યું ન હોત તો આજે ત્યાં ભાગ્યે જ કોઈ માનવીને પદસંચાર થાત.
ભક્તિથી ખેંચાયેલા હદયે આજે પણ યાત્રા નિમિત્તે ત્યાં ગમનાગમન કરી, એક વાર ભૂતકાળના ઊંડાણમાં અવગાહન કરે છે અને એ કાળના નૈરવની ઝાંખીથી આત્મસંતોષ અનુભવે છે. કલ્યાણકભૂમિના નિમિત્તને જ એ આભારી છે. અસ્તુ.
ભૂત વર્તમાનની આટલી સમીક્ષા પછી શ્રેણિક પુત્રોના જીવનમાં આપણે ઉત્તરવાનું છે. જે કાળની આપણે વાત કરીએ છીએ તે કાળે મગધ દેશના સ્વામી તરીકે રાજવી પ્રસેનજિતના પુત્ર મહારાજા શ્રેણિકની સર્વત્ર આણ પ્રસરતી હતી. એ ભૂપનું બીજું નામ બિંબસાર કે ભંભાસાર પણ હતું. તેઓશ્રીને ચેલણ, ધારિણી, નંદા પ્રમુખ લગભગ આઠ રાણીઓ હતી. અભયકુમાર, મેઘકુમાર, નંદીષેણ, કેણિક ને હલ્લ-વિહલ્લ આદિ પુત્રોની સંખ્યા પણ દશકને વટાવી જતી.
એ રાજપુત્રામાંના આપણી કથાસરિતાને વહેતી રાખવામાં ઉપયોગી થઈ પડે તેવા માત્ર પાંચ જ છે. અનુક્રમે આપણે એ દરેકને લગતી મુખ્ય અને આવશ્યક બાબતો વિચારશું.
ચાલો ત્યારે શ્રી ગણેશાય નમ: અભયકુમારથી જ કરીએ.