________________
[૨૨]
પ્રભાવિક પુરુષો : શ્રેણિકને ખબર પડી કે મારા રાજ્યમાં શાલિભદ્ર શેઠ જેવો વ્યવહારી વસે છે કે જેના ઘરની કામિનીઓ રત્નકંબળ જેવી કિમતી વસ્તુઓને ઉપયોગ માત્ર એક દિનના પાદલું છન તરીકે કરી, વાસી અન્નની માફક બીજે દિવસે તો ઉચ્છિષ્ટ ગણી કચરાની બાળમાં ફગાવી દે છે. આજના વિચારકને કદાચ આમાં અતિશયોક્તિ જેવું લાગે પણ વસ્તુતઃ વિચાર કરતાં અને એ સમયના દેશકાળને તાળો મેળવતાં આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. - જે ગુણશીલ વનમાં અને જે નાલંદાપાડામાં શ્રી મહાવીરદેવે ચિદ ચોમાસા કર્યા છે અર્થાત્ જ્યાં અવારનવાર આગમન ચાલુ રહ્યાં છે એ સ્થાને મહત્વના જ હશે, તે વિના વારંવાર ત્યાં તીર્થપતિના આગમન ન જ સંભવી શકે. નાલંદા એ કાળનું જબરદસ્ત વિદ્યાપીઠ હતું એમ પુરાતત્વશોધકો પ્રતિપાદન કરે છે. આજે ખોદકામ કરતાં ત્યાં આગળ જે સંખ્યાબંધ વિહારેને પત્તો લાગ્યો છે અને જૂની અગણિત ચીજો હાથ લાગી છે તે પરથી એ વાત સિદ્ધ થાય તેમ છે. જો કે હાલ એ સર્વ બુદ્ધધર્મને નામે ચડ્યું છે છતાં એ વિહારની રચના અને એના અભ્યાસ તેમ જ ચિંતન ને મનન કરવા સારુ સગવડભર્યા સંખ્યાબંધ કમરા જોતાં આજે પણ અનુમાની શકાય તેમ છે કે ભૂતકાળમાં આ સ્થળે સુવિખ્યાત ને મહાન વિદ્યાપીઠે હશે અને સંખ્યાબંધ છાત્રો જુદા જુદા દર્શનના અભ્યાસ અર્થે અહીં આવતા હશે. ષડ્રદર્શનના જ્ઞાતાઓ પણ સારી સંખ્યામાં અત્રે નિવાસ કરતા હશે. આમ એક કાળે વિદ્યા અને શિક્ષણના કેંદ્રસ્થળ તરીકે આ સ્થાનનું ગૌરવ સવિશેષ હતું તેથી જ ચરમ જિનપતિના માસાં અવારનવાર આ સ્થાનમાં થયા છે. રાજગૃહના શાખાપુર યાને નાલંદાપાડા તરીકે સુવિખ્યાત થયેલા આ સ્થાનના સંબંધમાં જૈન કથાનકમાં ઉલ્લેખને પાર નથી.