________________
ઉદાયન રાજર્ષિ :
[ ૨૧૭ ]
કરવા બરાબર છે. ભુસકેા મારી સાગર જેમ ન તરાય તેમ ઉપરની અનુકૂળતાઓના લાભ ન લેવાય તેા આ જીવન નિષ્ફળ જ જાય. એવું અવળું કાર્ય શુભ આત્મા તેા ન જ કરે. એમ થાય તે પછી ચેતન અને જડ વચ્ચે ફેર શે ? તેથી જ મહાનુભાવા ! સાંભળ્યાનું ફળ વિરતિ યાને યથાશક્તિ ગુણ ગ્રહણ કરી દોષને ત્યજવામાં છે’ એ વાત ખરાખર અવધારી લઇ મનુષ્ય જન્મને સફળ કરવા ઉજમાળ થાઓ.
'
,,
અમૃતથી પણ અતિ મીઠી પ્રભુની વાણી શ્રવણુ કરીને પ - દામાંથી સંખ્યાબંધ માનવીએ ઊભા થયા. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવ સમક્ષ જાતજાતના વ્રત-પચ્ચખાણ ગ્રહણ કરાયા. કેટલાકે તા સંસારને સદાને માટે લાત મારી, સંયમરૂપી કલ્પવૃક્ષની શીળી છાયામાં વસવાને નિરધાર જણાવ્યેા. તેને પ્રભુએ દીક્ષા આપી. કેટલાકે શ્રાવકનાં વ્રતા ગ્રહણ કર્યો.
તરત જ નરેશ ઉદાયને ઊભા થઇ, હસ્તદ્વય જોડી નમ્ર સ્વરે ત્યાગ જીવનરૂપી સુંદર ને મનેારમ વાટિકામાં પ્રવેશવાના સ્વમનેરથ પ્રભુશ્રીને જણાવ્યા અને પોતે રાજકાર્યના ભાર અન્ય શિરે સોંપી એ સ ંબધી સર્વ તૈયારી કરી લે ત્યાંસુધી વીતભયપટ્ટણના એ ઉદ્યાનમાં સ્થિરતા કરવાની વિનંતિ કરી. શ્રી મહાવીર દેવને તા એ જ જવાબ હતા કે · એક સમય માત્ર પણ પ્રમાદ ન કરશે.’ રાજવીની ચિરકાળ સંચિત આશા નવપલ્લવિત થવાને સુચાગ કમાડ ઠાકવા લાગ્યા, એના ના પાર ન રહ્યો. ભાણેજને પેાતાની ગાદી પર સ્થાપન કરી સત્વર પાતે રાજકાજના ભારથી મુક્ત અની પ્રભુહસ્તે દીક્ષિત થયા.
મંત્રીશ્વર અભય ! એ ઉદયન તે હું પાતે. આજે તારી સમક્ષ મારું જીવન વધુ વી રહ્યો. હવે માત્ર એક જ પ્રસંગ ! સંસારના સંબંધ કેવા છે એ પર એક જ સર્ચ લાઇટ ફે કવારૂપ પ્રયાસ કરું છું.