________________
ઉદાયન રાજર્ષિક
[૨૧૫ ] ક્ષયનું દરદ જીવલેણ ગણાય છે, પણ તે એક જ ભવ માટેનું પરંતુ વિષયમાં લેપાયેલ આત્મા તે અનેક ભવ સુધી એની મધલાળમાંથી છૂટવા નથી પામતે. હશે હશે મુગ્ધ બની પિતાના હાથે જ પોતાના બંધન વધુ મજબૂત કરે છે, તે પછી ક્ષય જેવા મહાવ્યાધિથી એ વધુ દારુણ ગણાય જ. એમાં લવલેશ શંકાને સ્થાન નથી.
ચાર કષાય એ તો ખરેખર સંસારરૂપ વિશાળ મકાનના અતિ મજબૂત પાયા સમાન છે. સારી ય સંસારી મહેલાત એના પર જ નિર્ભર છે. એ જ્યાં હાલ્યાં ત્યાં સંસારને કકડભૂસ થતાં જરા પણ વિલંબ ન સમજ. એના નામેથી ભાગ્યે જ કઈ અજ્ઞાત હશે. ક્રોધ, માન, માયા અને લેભ. એને સંભારતાં અને એ ચંડાળ ચોકડીના દારુણ કર્યું કે યાદ કરતાં ભલભલાના હૃદયે કંપી જાય તેમ છે. મહારાજાના એ ત્રણ પૌત્રાએ અને માયા પૌત્રીએ સારા ય વિશ્વમાં એવી તે ભીષણતા-ભયંકરતા અને ભયાતુરતા વિસ્તારી મૂકી છે કે એનાથી ગમે તેવા મહારથીઓ પણ ધ્રૂજી ઊઠે છે. અરે! મૂળ પર લીંબુ ઠેરવનારા અને સમરાંગણમાં વારંવાર વિજયશ્રી વરનારા મહારથીઓ કે પ્રબળ સુભટો પણ એને મીઠા પાશમાં ફસાઈ જાય છે કે જેથી એને તાગ પણ શોધ્યે જડતો નથી. માયા ડાકિનીને તે ખરેખર કેઈ વિચિત્ર સ્વભાવની વ્યંતરી જ સમજી લે. તે જોતજોતામાં એવી તો અદશ્ય રીતે આત્મામાં પ્રવેશી જઈ, અડ્ડો જમાવી દે છે કે એનાથી સંસારી આત્માઓનું તે શું કહેવું પણ સમર્થ મહાત્માઓ અને કેવળ નિસ્વાર્થ જીવન જીવનારા સંતે પણ એની કારમી અસરથી મુક્ત રહી શક્તા નથી. અરે ! દ્રવ્ય કે વિલાસના સાધનામાં તો એ કુટ્ટિની ભલે નાચ નચાવી રહી હોય પણ આત્મકલ્યાણના હેતુભૂત ધમકરણ કે તપાચરણમાં પણ જ્યારે એના દર્શન થાય છે ત્યારે તો એના બહુરૂપીપણું પર તિરસ્કાર જ છૂટે છે.