________________
ઉદાયન રાજર્ષિ :
[ ૨૧૩] ભયપટ્ટણમાં પુનઃ પ્રવેશ પણ થઈ ચૂક્યો અને રાજકાજમાં દિવસો વીતવા લાગ્યા. પણ “બ્દથી બગડી હાજથી ન સુધરે” તેમ પૂર્વ માફક રાજવી ઉદાયનની ચિત્તવૃત્તિ કામ કરતી જ નથી. અહર્નિશ કૃત્રિમ જીવિતસ્વામીના બિબની પૂજા કરતાં છતાં પણ એના મગજનો ઉગ કમી થયે નહીં. એની ચક્ષુઓ સામે પ્રભાવતી દેવી ગઈ ! દેવાધિદેવની મૂરિ ગઈ !! થાંભલા પર કતરેલી પુતળી માફક અડગતાથી ઉપાસના કરતી દાસી પણ ગઈ !!! એમ “ગઈ, ગઈ”ના ચિત્રો જ તરવરે છે. રાજમહેલ અકારે લાગે છે. પ્યારા વતન વીતભયપટ્ટણને વિનાશ નજીકના સમયમાં ડોકિયાં કરતો દૃષ્ટિગોચર થાય છે. “રાજ્યને અંતે નરક” એ પરમાત્મા શ્રી મહાવીરનું વચન સ્મૃતિપથમાં તાજું થાય છે. વિચાર થાય છે કે જાણબૂઝીને એ નરકમાં મારે શા સારુ પડ્યું રહેવું અને પુત્રને રાજ્ય આપી તેને પણ શા માટે પાડે? પુષ્કળ વિચારણાને અંતે પુત્રને તો નરકગામી ન જ બનાવવો એ નિરધાર થયો. પુત્રના કાને આ વાત જતાં તે રીસાઈને ચાલ્યો ગયો. “આપત્તિના આગમન એકલડકલ નથી હતાં પણ પરિવાર સાથે જ હોય છે. એને સાક્ષાત્કાર થયે છે. એ સહીને પણ સિંધુ–સવીર દેશને માલિક સ્વબચાવના ઇલાજ શોધી રહ્યો છે. ત્યાં વનપાલકે વધામણ આપી કે “મહારાજાધિરાજ! ઉદ્યાનમાં પ્રભુ શ્રી વર્ધમાનસ્વામી સમવસર્યા છે.” દેવે રચેલા સમવસરણમાં પ્રભુ દેશના આપે છે ત્યાં ઉદાયનરાજા ચતુરંગિણી સેના ને પરિવાર સાથે આવ્યા. પ્રભુએ દેશનાના પ્રારંભમાં કહ્યું કેमजं विसयकसाया, निहा विगहा य पञ्चमी भणिया। एए पश्च पमाया, जीवं पाडंति संसारे ॥ १ ॥ आर्यदेशकुलरूपबलायु-बुद्धिबन्धुरमवाप्य नरत्वम् । धर्म-कर्म न करोति जडो यः, पोतमुज्झति पयोधिगतः सः॥२॥