________________
[ ૨૧૬ ]
પ્રભાવિક પુરુષો : પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારની વિકથા જે કે આગળના ત્રણ જેટલી દારુણ ન ગણાય, એમ છતાં એના સાથી તરિકેના ગૌરવને ભાવે તેવી તો ખરી જ. જે ચેતતા ન રહ્યા તે તે પીઠ પાછળથી ઘા કરતાં રંચ માત્ર વિલંબ ન કરે. આત્માને બેભાન જેવી હાલતમાં રાખી એ પિતાનું કામ કાઢી લ્ય. નિદ્રા ને વિકથારૂપ પ્રમાદબેલડીમાં તો હરકોઈ આત્મા ઓછાવત્તે અંશે ફસાયેલે જ છે. એમાંથી બચવા સારુ સતત જાગૃત રહેવાની જરૂર છે. એને સદુપયેાગ કરી લેવાનું દષ્ટિબિન્દુ એક વાર નિશ્ચિત કરી લેવાય તો પછી એ યુગલની ધાસ્તી રાખવાનું કારણ નથી. ' હે ભવ્ય જીવો! આ પાંચ પ્રકારના પ્રમાદ સંસારમાં દરેક જીને પરિભ્રમણ કરાવનાર છે એમ યથાર્થ પણે સમજી . એમાંથી બચવાના સાધનને સધિયારે . તમને આર્ય દેશ, ઉત્તમ કુળ, સર્વાગ સુંદરતા, ચગ્ય શક્તિ, દીર્ઘ આયુષ્ય, સારાસાર સમજવાની બુદ્ધિ, સહાયક બધુવર્ગ અને મનુષ્યપણું પ્રાપ્ત થયું છે તો એને પૂર્ણ લાભ ઉઠાવી લે. ઉપરોક્ત સામગ્રીને સંગ ધર્મકરણમાં અનુકૂળતા આપે છે. અનાર્ય દેશોમાં કે હલકા કુળમાં ધર્મ એ કઈ ચીડિયાનું નામ છે? એ પણ જીવ જાણતા નથી. અંગોની હીનતા કે અશક્ત દેહ ને અલ્પ આયુષ્યવાળા જી ધર્મ પામ્યા છતાં પણ આચરી શકતા નથી. બુદ્ધિને દુરુપયોગ કરીને કે ભ્રાતૃગણમાં ક્લેશની હુતાશન પ્રગટાવીને સારું ય જીવન વિણસાડી નાંખનારા ક્યાં આપણી નજર બહાર છે? તિય ધારે તો પણ ધર્મકૃત્ય તેમનાથી દોઢસો ગાઉ દૂર છે. કેવળ માનવજિંદગીને જ એ અનુકૂળતા વરી છે. એમાં જ્યારે ઉપરોક્ત સાધનની વિપુળતા હોય તો પછી કે આત્મા અભાગી હોય કે જે ધર્મ ન સેવે ? એવો એગ મળ્યા છતાં પ્રમાદ કરનારની દશા કિનારે સુંદર વહાણ મેજુદ છતાં સાગર પાર કરવા સારુ સમુદ્રમાં ભુસકો મારવા જેવી મૂર્ખાઈ