________________
[ ૨૧૮ ]
પ્રભાવિક પુરુષા :
હકદાર પુત્રને રાજ્ય ન સોંપતા બહેનના પુત્રને રાજ્ય આપ્યું ને હું ચાલી નીકળ્યેા. કર્મ તેાડવા સારુ જાતજાતના તપ આરંભ્યા. એકદા પારણાર્થે` હું એ જ વીતભયપટ્ટણની ભાગાળે આવી ચડ્યો. અહા ! માનવની કેવી લેાલુપતા ! એ જ ભાણેજે રાજ્ય પાછું માંગવાની કુશંકાએ મને આહારમાં વિષ* દીધું. સગાઇ ને ઉપકારના એ રીતે બદલા વાન્યા. એ તે મારા સુભાગ્યે અચાનક દેવસાનિધ્ય મળી ગયું અને વિષની કારમી અસરથી હું બચી ગયા, નહિ તેા આરંભ્યા અધવચ જ રહેત. પ્રભુ શ્રી મહાવીર દેવના વચને– સૈા સ્વાર્થના સગા છે. કાઇ કાઇને સાચું પ્રિય નથી. સંસાર અસાર છે. સંસારી સમાગમ તા પ ંખીના મેળા કે મુસાફરીના સાથ સમેા છે. ’ તે ત્યારથી મારી છાતીમાં પથ્થર પરના શિલાલેખ સમ કાતરાઇ ગયા છે. એ જ દીપિકાની રેશનીથી આજે હું મારા જીવનને અજવાળી રહ્યો છું.
""
te
અભયકુમાર બલ્કે—“ મહાત્મા ! મારા જેવા ઉપાધિમાં રચ્યાપચ્યા રહેનાર જીવને આપની આ જીવનકહાણી માદક લેામિયાની ગરજ સારશે. આપના જીવનમાંથી જ મારા જીવનસૂત્રની ગુ'ચવાયેલી આંટી સહેલાઇપૂર્વક ઊકલી જાય છે, પિતાશ્રી ખિખિસાર સમક્ષ જ્યારે પ્રત્રજ્યાની વાત રજૂ કરું છું ત્યારે એ જ જવાબ મળે છે કે ‘હું જાકારા આપુ ત્યારે તારે જવુ’ રાજર્ષિ ! મને પિતાશ્રીની સંસારાસક્તિ જોતાં તે સંસાર છેડે એમ જણાતું નથી પણુ વડીલની આજ્ઞાપ્રાપ્તિ વિના ધાયું.
*ઉદયન રાજર્ષિનું અવસાન તેમના ભાણેજ કેશીરાજાના વિષપ્રયાગથી જ થયું છે. તેણે ત્રણ ચાર વાર દહીં સાથે વિષ આપ્યુ. દેવ થયેલ પ્રભાવતીએ એ ત્રણ વાર હરી લીધું, એક વાર પ્રમાદથી વિષ ન હરતાં તે વિષવાળા દહીંનેા આહાર કરવાથી આરાધનાપૂર્વક તેમના પ્રાણુ ગયા તેથી ક્રોધ પામી પ્રભાવતીદેવે ધૂળવડે આખી વીતભય નગરી દાટી દીધી.