________________
[ ૨૧૪]
પ્રભાવિક પુરુષ : હે ભવ્ય જીવો! પ્રાત:કાળથી આરંભી નિશાકાળની છેલ્લી ઘટિકા યાને નિદ્રાના સ્વાંગમાં ચક્ષુ મીંચતાં પર્વતના કલાકમાં વધુ નહિ તે બે પાંચ ક્ષણને વિરામ પ્રાપ્ત કરી, એકાદ વાર પણ તમે વિચાર કર્યો છે કે-“સંસારમાં છો કયે કારણે અમર્યાદિત કાળ સુધી પરિભ્રમણ કરી રહ્યાં છે? અથવા તે સંસારમાં આ જાતનું ભ્રમણ કરાવનાર કઈ વસ્તુઓ છે ? શું એ વાત મહત્ત્વની અને વિચારણીય નથી ? મહાનુભાવો ! સમજી રાખો કે, સંસારમાં દીર્ઘ સમય પર્યત જીને દબાવી રાખનારા જે કઈ પણ શત્રુઓ હોય તો તે નિમ્ન પ્રકારના પાંચ આંતરિક શત્રુરૂપી હત્યારાઓ છે.
મદ, વિષય, કષાય, નિદ્રા અને વિસ્થા એ એનાં નામ છે. પ્રાપ્ત થયેલ વસ્તુની સુંદરતા કે ઉત્કૃષ્ટતા વિચારી અહંકારી બનવું-ગર્વથી ફુલાઈ જવું એનું નામ મદ. તેના ગોત્ર (કુળ), જાતિ, રૂપ, બળ, તપ, ત્રાદ્ધિ, વિદ્યા અને ઐશ્વર્ય–આ આઠ મુખ્ય પ્રકાર છે. કુળને મદ કરનાર એક સમયના મરિચી કેવી વિટંબણાના ભાજન થયા? એને પ્રત્યક્ષ અનુભવી હું પોતે તમારી સામે જ છું. બદ્ધિને મદ કરનાર એક વખતના રાજવી દશાર્ણભદ્ર જુઓ પેલા બેઠા. મદના માઠા વિપાક સારુ આ, કરતાં વધુ ઉદાહરણની આવશ્યકતા છે ખરી?
વિષય તો વિષ કરતાં પણ તીવ્ર અને ક્ષય” કરતાં પણ અતિ ભયંકર વ્યાધિરૂપ છે. એક જ વેળા પ્રાણનો અંત વિષભક્ષણથી થાય, પ્રયાગદ્વારા એમાંથી જીવ બચી પણ જાય; પરંતુ નાગપાસમાં બરાબર ફસાવી મારી, મીઠી છુરીની ગરજ સારનારા આ પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયે તો એક બે ભવ નહિ. પણ સંખ્યાબંધ ભ પર્યત આત્મા સાથે ચેટી રહી વારંવાર એને પંચત્વ પમાડે છે--અર્ધગતિનું ભાજન બનાવે છે !