________________
ઉદયન રાજર્ષિ :
[ ૨૧૧] રાજવીઓ વચ્ચે સંગ્રામ એ કેઈ નવી ચીજ નથી. જર, જોરુ અને જમીનરૂપ ત્રિપુટીમાંથી એક કે અધિક સારુ સંખ્યાબંધ યુદ્ધ ખેલાયાના દષ્ટાંતો આદિકાળથી ઇતિહાસના પાને સેંધાયેલા મળી આવે છે. વિશાળ સામગ્રી અને યુદ્ધની કાર્યદક્ષતા પર જયેનો આધાર છે. અહીં પણ એમ જ બન્યું. માલવેશના સંરક્ષણ પ્રયાસે, ઉદાયનરાજના પ્રખર હલ્લા સામે નિષ્ફળ નિવડ્યા અને જયશ્રીની પરીક્ષામાં ચંડપ્રદ્યોત નાપાસ થયો એટલું જ નહિ પણ ઉદાયનના હાથે કેદ પકડાયે.
ગુન્હેગાર સામે સમભાવ દાખવનારા તો વીરલા જ મળે. એ વેળા ગુસ્સો મર્યાદા ઉલ્લંઘી જાય છે. એમાં ક્ષત્રિય રાજામહારાજાને કેપ તો અમર્યાદિત ગણાય છે. વાસુદેવના ભવનું સીસુ રેડવારૂપ દારુણ કાર્ય કયે જૈન નહીં જાણતો હોય? ઉદાયને પણ આવેગમાં આવી, ચંડપ્રદ્યોતના શિર પર ‘દાસીપતિ ” એ ચાર અક્ષરના ડામ દેવરાવ્યા એવી વાત કથાનક વદે છે. એ વેળા “કડવાં ફળ છે ક્રોધનાં એ મુનિશ્રી ઉદયરત્નનું વચન યાદ આવે છે. આ પછી તો દેવાધિદેવની મૂર્તિ પાછી લઈ જવાનો પ્રયત્ન આરંભાયે, પણ દેવ તો ઊડ્યા જ નહીં. ઉદાયન ભૂપને શંકા થઈ કે વીતરાગ દેવ પણ રહ્યા કે શું? ત્યાં તો અંતરીક્ષમાંથી સ્વર સંભળાયા. વતભયપટ્ટણ ધૂળ વડે ઢંકાઈ જવાની આગાહી કણે અથડાઈ. ખેલ ખલાસ. દેવને કઈ હંફાવી શકયું છે ? મૂર્તિની પૂજાવિધિ યથાર્થ રીતે થઈ શકે તેવો પ્રબંધ કરી નૃપતિ ઉદાયન ખિન્ન હૃદયે પાછો ફર્યો. એને ઉલ્લાસ સૂકાઈ ગયે. વિજય મળે છતાં એથી આનંદ ન થયે, સંસાર પરથી એનું દિલ ઓસરવા માંડ્યું. ચોમાસું આવતાં માર્ગમાં જ સ્થિરતા કરી. પર્યુષણ પર્વનું આરાધન શાંતિથી કરવાના હુકમ છૂટ્યા. જેતજોતામાં તંબુ ડેરા નંખાયા. દશ મુગટબંધ રાજાઓને પરિવાર પથરાય એટલે એક શહેર જ વસી રહેને ! નામ પડયું દશપુર..