________________
[૨૧૦ ]
પ્રભાવિક પુરુષ : મીઠી ઊંઘ લેતી પ્રજા પર ઊતરે તે પૂર્વે તો આ દંપતી અવંતીના માગે કૂચ કરી ગયા હતા. ઉભયના હૃદયમાં આનંદને વેગ એટલા જોરથી વહી રહ્યો હતો કે એ વેળા આ કાર્યનું ભાવી પરિણામ શું આવશે એનો વિચાર સરખો પણ ન આવ્યું. દુન્યવી ક્રમમાં એ વસ્તુ નવીન નથી. પ્રીતિના વહેણવેળા વર્તમાનકાળ જ જોર કરતો હોય છે. ભવિષ્યના અંક માંડવા સે કઈ બેસે તે ભાગ્યે જ એક પણ કાર્ય થાય; તેથી જ ભવિતવ્યતાની શક્તિ અજોડ મનાઈ છે. “હેણહાર કદાપિ મિથ્યા થતું નથી.'
બીજી સવારે પૂજાને સમય થતાં જ જ્યાં ઉદાયન નૃપતિ ગૃહમંદિરમાં પગ મૂકે છે ત્યાં દાસી નજરે પડતી નથી. વળી પ્રભાવિક મૂર્તિના કંઠની માળા આજે પહેલી જ વાર કરમાયેલી જણાઈ. બારીકાઈથી તપાસતાં બિબ બદલાયેલું છે એવી પ્રતીતિ થઈ. જ્યાં આ સંબંધી ઊહાપોહ થઈ રહ્યો છે ત્યાં તો ગજશાળાના રક્ષક દ્વારા સમાચાર પ્રાપ્ત થયા કે બધા હાથીના મદ ગળી ગયા છે. આ પરિસ્થિતિ પરથી અનુમાન કરી શકાયું કે જરૂર કોઈ મહાશક્તિધારી ગજરાજનું રાત્રિસમયે અહીં આગમન થયું હોવું જોઈએ અને તેવી શક્તિ ચંડપ્રદ્યોતના અનિલવેગ ગંધહસ્તિમાં જ સંભવે છે એટલે આ સારા ય બનાવમાં તેને જ હાથ જણાય છે. તરત જ દૂતને ચંડપ્રદ્યોત પાસે દોડાવ્યો અને પરિણામે અનુમાન સત્યમાં પરિણમ્યું.
સિંધુ-સૈવીર દેશના સ્વામીને આ કરણુમાં પિતાનું ભયંકર અપમાન થયાનું લાગ્યું. જે દ્વારા પોતે ધર્મને માગે શ્રદ્ધા ધરતો થયે એવી દેવાધિદેવની મૂર્તિ આ રીતે ચેરાઈ જાય અને પોતે આંખમીંચામણા કરી બેસી રહે એ તે કાપુરુષ ન હતો. ક્ષત્રીવટનું લેહી તેની નસમાં ધબકતું હતું. તરત જ સૈન્યને સજજ થવાની આજ્ઞા અપાણી. અપ સમયમાં તે વિશાળ લશ્કર સહિત ઉજજયનીના સીમાડામાં દાખલ થયો.