________________
ઉદાયન રાજર્ષિ :
[ ૨૦૧ ]
તે ન જ સંભવી શકે એટલે એની નજર સહજ સિંધુ-સવીર દેશના કાંગરા કુદાવી અવંતીના પ્રખ્યાત પ્રદેશ પર્યત પહોંચી ગઈ. સાંદર્યવતી આ રામાએ એ પ્રદેશના સ્વામી ચંડપ્રદ્યોતનને પિતાનો પતિ સ્થાપવાના કેડ સેવ્યા. ગુટિકાએ એમાં કેવી યારી આપી તે વાત જોઈએ તે પહેલાં એક વાત અત્યારે કહી દેવાની જરૂર છે કે આ પરિવર્તન કાળમાં એ દાસી દેવાધિદેવની પૂજાને જરા માત્ર ભૂલી નહોતી. ગંધાર શ્રાવકને વેગ પણ એ મૂર્તિને આભારી લેખતી અને એ શ્રાવકના મુખે એ મૂર્તિને જે ચમત્કારિક ઇતિહાસ શ્રવણ કરેલો તેથી તેણીની શ્રદ્ધા દ્વિગુણી બની હતી.
“અરે, તમે આ શું સાચું વદી રહ્યા છે?”
! કુમારનંદી ! તું એટલે તે વિચાર કર કે જ્યારે અમે ઉભય તારી સાથે પત્નીભાવથી જોડાવા પૃહા ધરીએ છીએ ત્યારે જૂઠું વદવાનું અમને શું પ્રયોજન હોઈ શકે ? ”
હાસા-પ્રહાસાના કથનથી જેના દેહની નાડીઓ ઢીલી પડી ગઈ છે અને જેને ઉત્સાહ મંદતાની છેલ્લી કેટીએ પહોંચી ગયેલ છે એ કુમારનંદી બોલ્યા:
હે દેવીઓ ! હજુ પણ મને તમારી વાતમાં મજાક જેવું લાગે છે. એક એકથી રૂપમાં ચઢીઆતી અને કામકેલીમાં એક બીજીથી કેઈ અનેખી વિલક્ષણતા અને ચતુરાઈ દાખવતી એક, બે કે પાંચ પંદર નહિં પણ પાંચ સો અંગનાઓને હું સ્વામી છું. વગરસંકેચે, સ્વેચ્છાપૂર્વક એ લલનાદ સહ સંસારી વિલાસની મજા માણતા સુવર્ણકાર તરીકેની મારી કીર્તિ-કમાણી જેમ અજોડ છે તેમ મારી વિષયવાસના ન રતિલાલસા પણ અદ્ભુત જ છે અર્થાત્ એ સર્વેની પ્રસિદ્ધિ એટલી વિશાળ છે કે જવલ્લે જ મારા સંબંધી કંઈ ન જાણતો હોય એ આદમી મળી આવે.