________________
[ ર૦૬ ]
પ્રભાવિક પુરુષો : દુઃખ અને ગ્લાનિ ઉપજ્યા છતાં ફરજીયાત મૃદંગ વગાડતાં સ્ત્રીની આગળ ચાલવું પડ્યું.
ત્યાં તો પાછળથી એક સુંદરાકૃતિવાળા સ્વરૂપવાન દેવે ખભા પર હાથ મૂકી પ્રશ્ન કર્યો કે “ભાઈ ! મને ઓળખે છે ?'
વિચારમગ્ન દશામાંથી સફાળે કેઈ જાગ્રત બને તેમ સંકટપૂર્ણ ને લજજાસ્પદ દશામાં આવી પડેલ કુમારનંદી દેવે સામું જોયું. દિવ્યસ્વરૂપી-દ્ધિસંપન્ન દેવને જે પણ કંઈ જવાબ દઈ ન શ. “અરે! તેં મને ન ઓળખે? ” આગંતુક દેવે મૂંઝવણનો તોડ આણવા પુનઃ ઉચ્ચાયું અને આગળ ચલાવ્યું.
“ભાઈ કુમારનંદી ! તારે નાગિલ મિત્ર, તારું અજ્ઞાનતાભર્યું બાળમરણ નિરખી, મારું મન સહજ વૈરાગ્ય તરફ વળ્યું. મેં તરતજ પ્રવજ્યા સ્વીકારી, તપ તપી શેષ જીવન ચારિત્રમાણે વીતાવ્યું તેથી હું બારમા અશ્રુત દેવલોકમાં દેવ થયો છું. તારી આ શોચનીય દશા અવધિજ્ઞાને જોતાં જ અહીં તારી પાસે આવ્યો છું. ”
મિત્રવર્ય! તારી શિક્ષા અવગણી તેનો આ નતિજે આવ્યા. મેહના ઘેનમાં એ વેળા સત્ય ન જોઈ શક્યા. હવે જ સાચી સ્થિતિનું ભાન થયું. પણ આગ લાગ્યા પછી કૂવે ખેદવા જવારૂપ એ નિરર્થક પશ્ચાત્તાપનું હવે શું પ્રયોજન ? હવે તે આ જીવનમાંથી છૂટવાને કોઈ માર્ગ હોય તો દેખાડે.”
ભાઈ ! પુરુષાથી માટે રસ્તાને કંઈ ટેટે નથી. ચરમ જિનપતિ શ્રી મહાવીરદેવની ગોશીષચંદનની મૂર્તિ ભરાવી કઈ પવિત્ર ને પ્રભાવિક આચાર્ય પાસે એની પ્રતિષ્ઠા કરાવી, બહુમાનપૂર્વક તેની પૂજા કર. એ પ્રકારની ભક્તિથી તારા અશુભ કર્મોનો નાશ થશે. પ્રાંતે એ પ્રતિમાની જ્યાં યથાર્થ રીતે પૂજા થાય એવા નગરમાં તેને પહોંચતી કરાવજે.”