________________
ઉદાયન રાજર્ષિ :
[ ૨૦૫ ] અરે! એમાં જ દુનિયાના સર્વ પ્રકારના સુખની કલ્પના કરે છે. એના દષ્ટિકોણમાં અન્ય કંઈ જણાતું જ નથી.
કુમારનંદી–પાંચસે લલનાઓને ભેગી–એ જ ઘડતરનો હતો. દેવીયુગલના ભક્તા થવાની તીવ્રતમ લાલસાએ જીવન અગ્નિમાં હોમવાનો નિરધાર: કરાવ્યો. સંસારના જમે ઉધાર પાસાં સંકેલાયા. આ ભવના વિલાસ પર તાળાં દેવાયાં. આ નિશ્ચયની તેના એક શ્રાવક મિત્ર નાગિલને ખબર પડતાં જ તે દોડી આવ્યો. આ જાતના આત્મઘાતથી પાછો વાળવા એણે ઘણે પ્રયાસ કર્યો. દેખાતાં અસરાના સંયેગની પાછળ કે આમિક અધ:પાત સમાયે છે એનું ભાન કરાવ્યું, પણ સર્વ કાર ઉપર લીંપણે સમું નિરર્થક ગયું. હાસા-મહાસાએ જે નશે કરાવેલ એમાં આ સુવર્ણકાર આકંઠ બૂડેલો હોવાથી તે કંઈ પણ લાભાલાભ ન તારવી શક્યો. તે જીવતાં બળી મુઓ અને નિયાણાના પ્રભાવે પંચશેલ દ્વીપમાં એ દેવી-યુગલનો સ્વામી છે.
સુવર્ણકાર મટી યંતરનિકામાં દેવત્વની પ્રાપ્તિ થયા છતાં કાયમી સંતોષ ન જ પ્રાપ્ત થયે. હાસા-પ્રહાસા સહના સમાગમમાં દિવસે પાણીના રેલાની જેમ વહી ગયા અને એ જીવન નિત્યનું બની જતાં એ સંબંધમાં જે પહેલાં મોહ ઉદ્દભવ્યો હતો તે કમી થઈ ગયો. એક વાર નંદીશ્વરદ્વીપની યાત્રાને પ્રસંગ આવ્યો. તરત જ દેવેંદ્ર તરફથી આગળ ચાલીને હાસા–પ્રહાસાને નૃત્ય કરવાનો અને તેમના સ્વામીને મૃદંગ બજાવવાનો હુકમ થશે. આ સાંભળતાં જ કુમારનંદીના જીવને ઉકળાટ થઈ આવ્યો. આ જાતનું કાર્ય બજાવવામાં એને અણગમો થઈ આવ્યું. પણ થાય શું? દેવરાજની આજ્ઞા અનુલંઘનીય હતી. પ્રત્યેક યાત્રા પ્રસંગમાં આ જાતનું નૃત્ય-વાદન એ તો હાસા–મહાસાના આચારરૂપ હતું. તેમના સ્વામીની અનિચ્છા છતાં મૃદંગ ગળે બંધાઈ ચૂકયું.