________________
ઉદાયન રાજર્ષિ :
[ ૨૦૩] પણ પુણ્યયોગે એ સર્વ આપદામાંથી સાંગોપાંગ પાર ઊતરી હું અહીં આવ્યો છું માટે હે સુબ્રુ! હવે ક્ષણમાત્ર પણ વિલંબ ન કરતાં મને સ્વામી તરીકે સ્વીકારે અને આટલા સમયથી વિરહતાપથી તપ્ત થયેલ મારા હૃદયને શાંતિ અપ. ”
“પ્રિય કુમારનંદી ! તમારી આ સાહસકથા સામાન્ય સંજોગોમાં જરૂર પ્રશંસાપાત્ર લેખાય, પરંતુ અમારા દેહના આલિંગન અતિ સસ્તા કે સહજ નથી. જેની કામલોલુપતા પાંચસો જેટલી રામાથી તૃપ્ત ન થાય અને રૂપ નજરે પડતાં જ જેનું અંતર હચમચી ઊઠે, એવા કામી નર માટે અહીં આવવારૂપ સૂચન એ તો માત્ર પરીક્ષાના પ્રથમ પગલા તુલ્ય હતું. અમે સાચા પ્રેમીના સંગની અભિલાષિણીઓ હોવા છતાં માત્ર કામી માનવીના હાથમાં રમકડા જેવું જીવન ગાળવા જરામાત્ર ઈચ્છતી નથી. એટલા ખાતર ઇસારો કરી તમારામાં કેવા પ્રકારનું સત્વ છે એની ખાતરી કરવા સારુ આ પ્રયોગના પથિક તમને બનાવ્યા, પરંતુ પરીક્ષાનું બીજું યાને અંતિમ પગલું તો હવે આવે છે. વહાલા સુવર્ણકાર ! એમાં ઉત્તીર્ણ થયા વગર અમારો યોગ આકાશકુસુમવત્ અસંભવિત છે. એ પાદનું સ્વરૂપ સાંભળી લે.
આવતા ભવે હું હાસા-મહાસાને પતિ થઉં એવા નિયાણાપૂર્વક મરણ સ્વીકારો.” એમ કરવાથી જરૂર તમારો નવો જન્મ દેવયોનિમાં અત્રે થશે અને તમને આ સાતધાતુમય
દારિક શરીરને બદલે મનહર એવું વૈકિય શરીર પ્રાપ્ત થશે. જન્મતાંની સાથે જ નવવન ખીલી ઊઠશે. ત્યારે જ આપણા ઉલ્યને મેળ મળશે. પ્રસ્વેદનાં જમરૂષ અને મલિનતાના ચૂર્ણ સ્વરૂપ સમા તમારા આ દેહ સાથે અમારા દેવતાઈ દેહનો સમાગમ એ તો ન ભૂતો ન ભવિષ્યતિ જેવો અસંભવિત છે, એટલું જ નહિં પણ અમારા ઉચ્ચ દેહના વટાળ સમું પણ છે.”