________________
[૨૨]
પ્રભાવિક પુરુષો : આ સર્વ હકીક્ત તમારી સમક્ષ એટલા સારું વર્ણવું છું કે તમે ઉભય મારા જીવનસંબંધમાં અંધારામાં ન રહે. એક સંધ્યાએ તમે જાતે આવી, મારા પ્રાસાદમાં પગલાં પાડી, મારા પ્રત્યેનો તમારે પ્રણય દાખવ્યું અને પંચશેલ દ્વીપે આવવાનું આમંત્રણ કર્યું. અરે! એ સાથે ત્યાં આવવાથી સમાગમ થશે એમ સ્પષ્ટ. જણાવ્યું. આ જાતની સાફ વાત થયા છતાં આજે તમે કોઈ જુદી જ રેખા દે છે એ શું વ્યાજબી છે? એથી તમારા પ્રમાણિકપણાને લાંછન લાગે છે. દેવતાઈ જીવન માટે એ કાર્ય ધૃણાજનક લેખાય.
તમારા તે પ્રસંગના દર્શન અને વાર્તાલાપથી મારી સ્થિતિ એટલી હદે વિરહાતુર બની કે ત્યારપછી કઈ રીતે અને કેટલી ઝડપે પંચશેલ દ્વીપમાં પહોંચી જવું એ જ મારે માત્ર વ્યવસાય બની ગયો. તે ક્ષણથી આહાર-વિહાર મને આકરા થઈ પડ્યા. - “અરે! દેવીજીવનના આનંદપ્રમોદમાં મશગુલ બનેલ વામાઓ! ત્યારબાદ મેં અહીં આવવા સારુ કેવી કેવી આપત્તિઓને નેતરી અને કેવી કદર્થનાઓ વેઠી એને તમે ઉભય વિચાર કરે તે હરગીજ આ પ્રકારની બેદરકારી મારા પ્રતિ ન દાખવો. મેં સાયાંત્રિકના ખીસામાં સુવર્ણ મહેરની વષો કરી ત્યારે તે માંડ એણે આ તરફ આવવાનું સ્વીકાર્યું અને મને નાવ પર લીધો. દૂરથી ગિરિ નજરે પડતાં જ એ પર્વત પર શોભી રહેલ વિશાળ વટવૃક્ષની શાખા ગ્રહણ કરી, વહાણ ત્યજી દેવાની અને તરુ પર રાત્રિએ વિશ્રામ અથે આવી બેસતા ભારંડપક્ષીમાંના એકના પગે વળગી, તમારા આ નિવાસસ્થાન પ્રતિ પહોંચવા સંબંધી સૂચના મને આપી દીધી. સાથોસાથ જણાવી પણ દીધું કે એમ કરવામાં જરા જેટલી પણ ખલના થઈ કે એ વર્ષ પૂરા થયાનું સમજી લેવું. કયાં તો સાગરના વમળમાં અટવાઈ મરવાનું. ફિવા ગિરિકંદરામાં ભ્રમણ કરી દિવસો પસાર કરવાના !