________________
[ ૨૦૪ ]
પ્રભાવિક પુરુષો :
હાસા–પ્રહાસા તરફથી કરવામાં આવેલ નિવેદન શ્રવણુ કરતાં જ કુમારનદીના ગાત્રા ગળી ગયા. કામાગ્નિની તીવ્રતા પલાયન થઇ ગઇ. આ માનવદેહેતા કઈ શુક્રવાર સરવાના નથી એ વિચારથી તદ્દન નિરાશાનુ મેાજું ફ્રી વળ્યું. માત્ર એટલુ જ એલી જવાયું કે અરેરે ! તમારા વિશ્વાસે નીરતીરથી ભ્રષ્ટ થનાર પેલા ગજ જેવી મારી દશા થઇ! દેવાંગનાએ મળી નહીં અને માનવલલનાઓ હતી તે પણ દૂર થઈ ગઈ! ’
6
સાહસ વિના અપ્સરાના સમાગમ દુર્લભ જ હાય છે. સ્વર્ગીય લ્હાવા કંઈ રસ્તામાં પડ્યા નથી !
વહાલા સુવર્ણ કાર ! રંચમાત્ર નિરાશ થવાની જરૂર નથી. તમારા નગરમાં ક્ષણમાત્રમાં તમને અમે પહેાંચાડી દઇશુ. જો તમારા સ્નેહ . અમારા પર સાચા હશે તે તે! અમારા દ્વારેલા માગે જરૂર તમે જવાના. માકી સાચા સ્નેહ વગરના મનુષ્ય જોડે પ્રીતિ ખાંધવાથી ખરું' સુખ ન માણી શકાય.
'
6
દેવશક્તિને અશકય કઈ જ નથી. આંખ ઊઘાડીને નજર કરતાં જ કુમારનદીએ પેાતાને પેાતાના આવાસમાં શય્યા પર પોઢેલા જોયા. દરિયાની મુસાફી, ભારડના પગે વળગતુ, હાસા–પ્રહાસાની સાનિધ્યમાં પહેાંચવુ, રમણીય નિકેતનમાં વાર્તાલાપ કરવા એ સ` ઇંદ્રજાળની માફ્ક અદૃશ્ય થઇ ગયું, છતાં એ અનુભવ વીસરાય તેમ હતેા જ નહી. કામી જીવની દશા જ વિચિત્ર હેાય છે. સામાન્ય નશાખાજ પણ સ્વજીવનને સાત્ત્વિકતાના પંથે દૃઢ નિશ્ચય વિના નથી લઈ જઈ શકતા. ત્યાં પછી કામાંધ, રાગાંધ કે રૂપાંધનું શુ પૂછ્યું ? નારીદેહની વાસનામાં એ એટલે લીન બની ગયા હૈાય છે કે માંસ-લેાહીના એ ગાત્રાને કંચન અને રત્નરાશિની ઉપમાઓથી વણુ વે છે.