________________
ઉદાયન રાજર્ષિ :
[૨૭] આવા કથનથી તે દેવે ગોશીષ ચંદનની શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ તૈયાર કરીને કપિલ કેવળી પાસે તેની પ્રતિષ્ઠા કરાવી.
અવંતિ દેશના સ્વામી ! ઉપર મુજબનું કથાનક જેના સર્જનનું કારણ છે એ ચમત્કારી પ્રતિમા તમારી નજર સમુખ આ રહી. તેને સાથે લીધા વિના આપની સાથે હું આવી શકે તેમ નથી. કોઈ પણ રીતે આના જેવી મહાવીરસ્વામીની બીજી મૂર્તિ ભરાવી લાવે કે જેથી એનું અહીં સ્થાપન કરી આ મૂળ બિંબ આપણે સાથે લઈ જઈ શકીએ.”
ચડપ્રદ્યોતને આ કથન સ્વીકાર્યા સિવાય છૂટકો જ ન હતો. તેથી ગુપ્ત રીતે આવ્યો હતો તેમ પુન: ચાલ્યા, જઈ તેણે તેવો જ પ્રતિમા નવી કરાવીને કપિલ નામના મુનિવર પાસે તેની પ્રતિષ્ઠા કરાવી અને તેને લાવી, દાસીને સુપ્રત કરી. પછી તે પ્રતિમા ત્યાં મૂકી મૂળ પ્રતિમા સાથે દાસીનું હરણ કરી લઈ ગયે. આ અપહરણને અંગે તેને પોતાને કેવી વિટંબણા ભેગવવી પડી તે હવે આપણે જોઈએ.
વર્ષાકાળનો સમય છતાં આજ કેટલા દિનેથી વૃષ્ટિ બંધ થઈ ગઈ છે અને ચેતનાજનક સૂર્યકિરણોના સેવનથી વનરાજી નવપલ્લવરૂપી નીલવણું વાઘા સજી કલ્લોલ કરતી દષ્ટિગોચર થાય છે. માનવગણનો આહલાદ પણ સાથોસાથ વૃદ્ધિગત થઈ રહ્યો છે. મેઘરાજની અમર્યાદિત કૃપાથી સેવેલ પરિશ્રમને ફળપરિપાક લણવાના અભિલાષમાં ખેડૂતગણને આનંદ સમાતો નથી. એ જ વષાકાળના આગમને એક સમયની નિર્જનભૂમિને વિવિધરંગી :શિબિરોની હારમાળાથી ભરી દઈ એકાદ શહેર વસ્યું હોય તે ચિતાર ખડે કર્યો છે. જ્યાં સંખ્યાબંધ સૈનિકની છાવણીઓના ડેરાતંબુ ઠેકાય ત્યાં રોજની વસ્તુઓને કયવિક્રય કરનારા તેલી-તંબલી કે ગાંધી-કાછીય આદિ દુકાન