________________
[ ૨૦૦ ]
પ્રભાવિક પુરુષો : ગંધાર નામને એક શ્રાવક જુદા જુદા તીર્થોમાં પરિભ્રમણ કરતો અને ભાવપૂર્વક સ્થાવર તીર્થોની વંદના કરતો એકદા એક જ્ઞાની મુનિના સમાગમમાં આવ્યું. તેઓશ્રીના મુખેથી વીતભયપત્તનમાં રહેલ દેવાધિદેવ યાને જીવંતસ્વામીની મૂર્તિનું મૂળથી સર્વ સ્વરૂપ સાંભળ્યું. તેના મનમાં આ ચમત્કારી મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરવાની ઉલટ જાગી. પરિભ્રમણ કરતા તે મહામુશીબતે વીતભયપત્તનમાં આવી પહોંચે. જીવંતસ્વામીના દર્શન કર્યા છતાં સ્વાથ્યમાં લથડી પડ્યો. ઘણું ઘણું તીર્થોમાં એ ફરી આવ્યો હતો. જાતજાતના સંતાના એને સમાગમ થયા હતા. કેટલાયે યાંત્રિક અને માંત્રિકોને એને ભેટો થયે હતો એટલે એની પાસે કેટલીક ગુટિકાઓ હતી; છતાં પરદેશમાં એકાએક તંદુરસ્તી જોખમાવાથી એ કોઈને દઈ શકાય તેવું ન રહ્યું. દરમિયાન સ્વામીભાઈ સમજી કુબડી દાસીએ શ્રાવક ગંધારની શુશ્રષા ને ચિકિત્સા કરવામાં રંચમાત્ર કચાશ ન રાખી. દાસીની એક સગી ભગિની કરતાં વધી જાય એવી સેવાથી દદીનું દર્દ નરમ તો ન પડ્યું છતાં દુખભાર તે અવશ્ય આછો જણાય. એ અસાધ્ય રેગે ગંધાર શ્રાવકને પ્રાણ લીધે તે પૂર્વે દાસીએ પોતાની નિઃસ્વાર્થ કરેલી વૈયાવચ્ચેથી એના હૃદયમાં એટલી હદે સ્થાન મેળવ્યું કે મરતાં પહેલાં તેણે પિતાને સર્વ ગટિકા સંગ્રહ તેણીને સંખ્યા એટલું જ નહિં પણ એના શા શા ચમત્કાર છે તે પણ સાથોસાથ સમજાવ્યા. પછી તે મરણ પામ્યા.
કુબડી મટી સંપત્તિવાળી બનેલી દાસી એક ટિકાના પ્રભાવથી રૂપની રાશિ સમી દેવાંગના બની ગઈ. જ્યાં આ ચમકારો અનુભવ્યું કે પછી જેમ કેઈને અચાનક ધનરાશિ મળી જાય એથી તે રાચે-માચે તેમ આ દાસીએ તો ઊંચા ઊંચા મનોરથ ઘડવા માંડ્યા. એની પૂર્તિ પિતા તુલ્ય ઉદાયન ભૂપદ્વારા