________________
ઉદાયન રાજર્ષિ :
[ ૧૯૯ ] જણાયું એટલે આ અણુધાર્યો બનાવથી રાણીની શુદ્ધિ ઠેકાણે આવી. પચે દ્રિય એવા માનવઘાતથી એનું અ ંતર અતિશય દુભાયું. આત્મકલ્યાણના પુનિત પંથે પગ માંડવામાં પ્રમાદવશ બની કેવી ગંભીર હિંસા જન્માવી. એ દોષથી દારુણુ વ્યથા ઉદ્દભવી. તે દિનથી પ્રત્યેક કાર્ય વિચારીને કરવાનું ‘ પણ ' લીધા છતાં મન વિષાદપૂર્ણ રહેવા માંડયું. ચહેરા પર પૂર્વની પ્રફુલ્લતા ન જ પ્રકટી. આવા અક્ષમ્ય પ્રમાદ પેાતાથી કેમ બની ગયા ? એ વિચાર સતત મગજને ફોલી ખાવા લાગ્યા.
,
ઘેાડા સમય પછી એની પૂર્તિરૂપે જે બનાવ બન્યા તે એ જ કે-દેવાધિદેવ સામે રાણી પૂર્ણ ઉમળકાભેર નૃત્ય કરી રહી છે અને રાજવી ઉદાયન વાજિંત્ર વગાડી રહ્યા છે. સહસા શિરવિષ્ણુ રાણીનું માત્ર ધડ જોતાં જ ભૂપના ગાત્ર ઢીલા પડી ગયા અને એકાએક હાથમાંનું વાજિંત્ર અટકી પડ્યું. તરત જ રાણીના નૃત્યમાં ભગ પડ્યો અને એ માટેનું કારણ જાણવાની હઠ પકડતાં જ સાચી સ્થિતિ સમજાણી. દાસીના અવસાન પછી એ વાત માંડમાંડ ભુસાવા આવી હતી ત્યાં આજના બનાવે પુન: એ તાજી થઈ. મનમાં નિશ્ચિત થયું કે આ મનાવયુગલથી સ્પષ્ટ સમજાય છે કે મારા અંતકાળ બહુ દૂર નથી. આ પ્રકારના ચિહ્નો પરથી એ સૂચિત થાય છે કે હવે મારે આત્મકલ્યાણના ૫થે પળવુ જોઇએ.
ભૂપતિની સંમતિપૂર્વક રાણીએ શેષ જીવન આત્મપથ ઉજાળવામાં વ્યતીત કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યું. નિરતિચાર પાળ્યું અને માનવભવ છેડી સ્વર્ગે પ્રયાણુ કર્યું.
‘ દેવાધિદેવ ’ની પૂજાભક્તિ કરનાર રાણી તા સિધાવી ગયા એની બદલીમાં એ કાર્ય એક કુખડી દાસીના શિરે આવ્યું. એના મનમાં મિષ્મ સંબંધી ચમત્કારના ભાવ તેા હતેા જ એટલે એ દાસીએ પણ પૂરા ભાવથી પૂજારિણી પદ સ્વીકાર્યું