________________
[ ૧૯૮]
પ્રભાવિક પુરુષો : રહ્યો છે ત્યાં પગલાં કર્યા. જનતાએ રાણીમાતાને માર્ગ આપે. ચેટક ભૂપની આ સતીપુત્રી માટે પ્રજાનો આબાલવૃદ્ધ વર્ગ સે કઈ અનુપમ પ્રેમ ધરાવતો. સો કઈને વિશ્વાસ હતો કે આ પવિત્ર માતાના હાથે જ પેટીના દરવાજા ખુલશે. સૈની દષ્ટિ માતા પર રમી રહી. વિધિપૂર્વક, ભક્તિભાવથી પેટના દ્વારેનું ચંદનઅક્ષત-પુષ્પાદિથી પૂજન કરી, નમ્રભાવે રાણીમાતાએ હસ્તદ્વય જેડી નિગ્ન વાક્ય દ્વારા સ્તુતિ આરંભી
मोहमल्लबलमर्दनवीर !, पापपंकगमनामलनीर !। कर्मरेणुहरणैकसमीर !, त्वं जिनेश्वरपते ! जय वीर ! ॥
સ્તુતિના સુંદર સ્વર સાથે જ પેટીના દરવાજ ઊઘડી ગયા, અને સર્વ કેઈની દષ્ટિએ ગોશીષચંદનમયી, સુંદર આકૃતિવાળી, સિંહનું લંછન છે જેને એવી શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ નજરે પડી. સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. રાજવીની ચિંતાને અંત આવ્યો. નાવિકને પણ ફરજ અદા કર્યાનો સંતોષ થયે. માનવમેદની વિખરાઈ અને રાજમહાલયના એક પવિત્ર પ્રદેશમાં આ મનોહર બિંબને લઈ જઈને સ્થાપન કરવામાં આવ્યું.
પ્રભાવતી દેવી અહર્નિશ આ ચમત્કારી બિંબની પૂજા બહુમાનપૂર્વક કરવા લાગી. રાજવી ઉદાયન પણ એમાં ઘણી વાર જોડાતા. એક પછી એક બનતા બનાવાએ તેમના હૃદયમાં જૈનધર્મ પ્રતિ આકર્ષણ પ્રગટાવ્યું હતું.
એક પ્રસંગે સ્નાન કરી રહેલી રાણીએ દાસી પાસે પૂજાના વેત વસ્ત્રો મંગાવ્યા. દાસીએ લાવી હાજર કર્યા છતાં ભ્રમવશ રાણુને એ રાતાં લાગ્યાં. એટલે સહજ ઉપાલંભરૂપે બોલી જવાયું કે-“આ શુંગારકેલિને યોગ્ય વસ્ત્રો શા સારુ આણ્યા?” અને ગુસ્સામાં એના તરફ દર્પણ ફેક્યું. દાસીને મર્મસ્થળે એ વાગી ગયું અને એનું પ્રાણપંખી દેહપિંજરમાંથી ઊડી ગયું. પછી વસ્ત્ર તો વેત