________________
ઉદાયન રાજર્ષિ :
[૧૮૭] જ્યાં એ જનમુનિ પોતાની આવશ્યક ક્રિયામાંથી પરવાર્યા કે એકદમ તેની સમીપે પહોંચી ગઈ અને આલિંગન પણ કર્યું હોત ત્યાં તે એક સત્તાવાહી અવાજ કર્ણરંદ્ર પર અથડાય અને એમાં રહેલા પ્રબળ મનેભાવથી મારી અધી આંધી ઉતરી ગઈ. એ શબ્દો હજુ પણ મને યાદ છે. “ખબરદાર ! એક પગલું પણ આગળ વધી છે તે ? મારે તારા કામીજન ઉચિત પ્રલેભનોની રંચમાત્ર અગત્ય નથી. રામાની માયા અને ગૃહસ્થચિત વિલાસનો તે મેં પૂરી સમજ પછી ઈરાદાપૂર્વક ત્યાગ કર્યો છે. એ ઉચ્છિષ્ટમાં પુનઃ પુનઃ ન લેપાવાની મારી દઢ પ્રતિજ્ઞા છે. એ ભામિની ! આ નિગ્રંથ તારા આ જાતના કામોત્તેજક હાવભાવ ને મર્યાદહીન અંગસંચાલનેથી ફસાશે એમ જરા પણ માનતી નહીં. વિનાકારણ નારી જાતને ઉચિત મયદાને ભંગ ન કર. સાડાત્રણ હાથ દૂર રહીને જે કંઈ કરવું હોય તે કર.” મહારાજ ! આમ છતાં મેં એ મુનિને લેભાવવામાં કચાશ ન રાખી. કટાક્ષ, હાવભાવ, અંગમરેડ અને નગ્ન નૃત્ય આદિના કંઈ કંઈ પ્રયોગ કરી દેખાડ્યા; છતાં પત્થરના સ્થંભ સરખા એ સાધુ તે અડગ જ રહ્યા. વિકારની જરા સરખી ઉત્તેજના પણ એનામાં મેં ન ભાળી. જ્યાં કામદેવ પર આવું આધિપત્ય હોય ત્યાં મારું શું ચાલે ?
એક વાર ફરીથી એને ભેટવાને ને મારા દેહ સાથે લપેટવાનો વિચાર કરી જ્યાં આવેગ સહ આગળ વધું છું ત્યાં તે એ મુનિએ જરા પાછા હઠી, જુસ્સાદાર વાણીમાં–જાણે હમણું જ શાપ આપી બાળી નાંખશે એવી તીવ્ર ભાષામાં કહ્યું
જે એક કદમ પણ આગળ વધશે તો પરિણામ ભયંકર આવશે. અબળાજાતિ જાણી આ બીજી વાર જવા દઉં છું, પણ મારા વ્રતરક્ષણ અર્થે આવા પ્રયત્નો હવે નહીં જ ચાલવા દઉં.”